Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરકારે તમામ ખાનગી કંપનીઓના શેરને તારીખ 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં ફરજિયાતપણે ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં કન્વર્ટ કરવાનો નિર્દેશ આપ્યો

  • November 01, 2023 

સરકારે તમામ ખાનગી કંપનીઓના શેરને તારીખ 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં ફરજિયાતપણે ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં કન્વર્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પહેલથી નાંણાકીય વ્યવસ્થામાં પારદર્શિતા વધશે અને મોનિટરિંગમાં સુધારો થશે તેવી અપેક્ષા છે. કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીએ ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં ખાનગી કંપનીઓ દ્વારા શેર ઈશ્યુ કરવા અંગે તારીખ 27 ઓક્ટોબરના સુધારામાં કંપનીઝ (પ્રોસ્પેક્ટસ અને એલોટમેન્ટ ઓફ સિક્યોરિટીઝ) રેગ્યુલેશન્સમાં નવી કલમ દાખલ કરી છે. નાની કંપનીઓ સિવાય તમામ ખાનગી કંપનીઓએ પેટા-નિયમ ૨ હેઠળ નિર્ધારિત સમયગાળાની અંદર માત્ર ડીમેટ ફોર્મમાં જ શેર જારી કરવાના રહેશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, ડિપોઝિટરીઝ એક્ટ 1996ની જોગવાઈઓ હેઠળ, તમામ સિક્યોરિટીઝને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની સુવિધાઓ પ્રદાન કરવી પડશે.



જો કોઈ ખાનગી કંપની નાણાકીય વર્ષના છેલ્લા દિવસે એટલે કે તારીખ 31મી માર્ચ 2023ના રોજ અથવા તે પછીના નાંણાકીય વર્ષના ઓડિટેડ નાંણાકીય પરિણામો મુજબ નાની કંપની ન હોય, તો તેણે આગામી 18ની અંદર આ નિયમની જોગવાઈઓનું પાલન કરવું પડશે. જે કંપનીઓની ઇક્વિટી મૂડી રૂ.4 કરોડથી ઓછી છે અને કુલ ટર્નઓવર રૂ.40 કરોડથી ઓછું છે, તેમને નાની ખાનગી કંપનીઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. જો કોઈ કંપની ન તો હોલ્ડિંગ કંપની છે કે ન તો સબસિડિયરી કંપની તો તેને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે. ખાનગી કંપનીઓની કેટલીક શ્રેણીઓના શેરને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની કોર્પોરેટ બાબતોના મંત્રાલયની આ પહેલ નાણાકીય બજારોમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.



ભારતમાં વ્યાપાર કરવાની સરળતા વધારવા ઉપરાંત, આ ભૌતિક શેરોમાં વ્યવહારો દરમિયાન અપ્રમાણિકતાને રોકવામાં પણ મદદ કરશે. હાલમાં, માત્ર કોર્પોરેટ અફેર્સ મંત્રાલય અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા નિયંત્રિત લિસ્ટેડ કંપનીઓએ તેમના શેર ડીમેટ કરવા જરૂરી છે. પેપર શેર રાખવા માટે રોકાણકાર માટે કોઈ પ્રતિબંધ નથી પરંતુ શેર અન્ય કોઈને આપતી વખતે તેને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરિત કરવાના રહેશે. તેવી જ રીતે, અનલિસ્ટેડ જાહેર કંપનીઓએ પણ રાઇટ શેરની પુન:ખરીદી, બોનસ અથવા ઇશ્યુ કરવા માટે તેમના શેર ડીમેટ કરવા પડશે. નોંધાયેલ કંપનીઓમાં સૌથી વધુ સંખ્યા અનલિસ્ટેડ ખાનગી કંપનીઓ છે. જાન્યુઆરી 2023 સુધીમાં, કોર્પોરેટ બાબતોના મંત્રાલયમાં નોંધાયેલી લગભગ 14 લાખ કંપનીઓ અથવા 95 ટકા સક્રિય નોંધાયેલી કંપનીઓ ખાનગી કંપનીઓ હતી. આ સિવાય નાની કંપનીઓની શ્રેણીમાં લગભગ 50,000 કંપનીઓ હાજર રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application