Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અદાણી પોર્ટે શાપૂરજી પલોનજી ગ્રૂપ પાસેથી ગોપાલપુર પોર્ટ રૂ.3350 કરોડમાં ખરીદ્યું

  • March 29, 2024 

ગૌતમ અદાણીનો પોર્ટ બિઝનેસ મોટો થઈ ગયો છે. અદાણી પોર્ટમાં વધુ એક નવું નામ ઉમેરાયું છે. ગૌતમ અદાણીની કંપનીએ ઓડિશાનું ગોપાલપુર પોર્ટ ખરીદ્યું છે. અદાણી પોર્ટે શાપૂરજી પલોનજી ગ્રૂપ પાસેથી ગોપાલપુર પોર્ટ રૂ. 3350 કરોડમાં ખરીદ્યું છે. એસપી ગ્રૂપે ગોપાલપુર પોર્ટને અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડને રૂ. 3,350 કરોડમાં વેચવાની જાહેરાત કરી હતી.2017માં, SP ગ્રૂપે ગોપાલપુર પોર્ટ હસ્તગત કર્યું હતું, હવે કંપનીએ તેને અદાણીને વેચી દીધું છે. ગોપાલપુર પોર્ટ હાલમાં 20 MTPA હેન્ડલ કરવા સક્ષમ છે. ગ્રીનફીલ્ડ એલએનજી રિગેસિફિકેશન ટર્મિનલ સ્થાપવા બંદરે તાજેતરમાં પેટ્રોનેટ એલએનજી સાથે જોડાણ કર્યું છે. ગોપાલપુર પોર્ટનું વેચાણ છેલ્લા કેટલાક મહિનામાં SP ગ્રૂપનું બીજું પોર્ટ ડિસઇન્વેસ્ટમેન્ટ છે.


આ સોદા અંગે શાપૂરજી પલોનજી ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગોપાલપુર પોર્ટ અને ધરમતર પોર્ટનું આયોજિત ડિસઇન્વેસ્ટમેન્ટ નોંધપાત્ર એન્ટરપ્રાઇઝ મૂલ્ય પર કરવામાં આવ્યું છે. ગોપાલપુર પોર્ટ વેચ્યા બાદ હવે SP ગ્રૂપ પાસે માત્ર ગુજરાતનું છારા પોર્ટ બચશે. કંપની દેવું ઘટાડીને તેની બેલેન્સ શીટને મજબૂત કરવા માગે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીએ 1100 કરોડ રૂપિયાની સંપત્તિ વેચી છે. ઓડિશાનું ગોપાલપુર બંદર વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું કહેવાય છે. તે ભારતના પૂર્વ કિનારે આવેલું મહત્વનું બંદર છે. અદાણી ગ્રૂપ પહેલેથી જ પશ્ચિમ કિનારે મજબૂત હાજરી ધરાવે છે. હવે આ ડીલ બાદ અદાણી પાસે પૂર્વ કિનારે 6 બંદરો હશે. પૂર્વ કિનારે પહેલાથી જ 5 બંદરો સાથે અદાણી ગ્રૂપ લગભગ 247 મિલિયન ટનની ક્ષમતા ધરાવે છે.


SP પોર્ટ્સ મેન્ટેનન્સ, જે ગોપાલપુર પોર્ટમાં 56 ટકા હિસ્સો ધરાવે છે, બાકીની ઓડિશા સ્ટીવેડોર્સની માલિકીની છે, તે રિઝોલ્યુશનની રાહ જોઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે એસપી ગ્રૂપ તેના દેવાને ઘટાડવા માટે ઘણા પગલાઓ પર વિચાર કરી રહ્યું છે. આ અંતર્ગત કંપનીએ પોર્ટ વેચીને 3350 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. એવી અટકળો છે કે ગ્રૂપ પર લગભગ 20,000 કરોડ રૂપિયાનું દેવું છે. કંપની આ દેવું ઘટાડવા માગે છે. અદાણી પોર્ટે ગોપાલપુર પોર્ટ સાથે જોડાઈને વિસ્તરણ કર્યું છે. કંપની દેશભરમાં બંદરોનું વિશાળ નેટવર્ક ધરાવે છે. અત્યાર સુધી 14 પોર્ટ અદાણી ગ્રૂપ પાસે છે. ઉલ્લેખનીય છે કે ગૌતમ અદાણીના દીકરા કરણ અદાણી આ પોર્ટ બિઝનેસનું નેતૃત્વ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application