Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગોપાલ નમકીનના IPOનું શેરબજારમાં 16.21 ટકાના પ્રીમિયમ સાથે 466 રૂપિયા પર લિસ્ટિંગ

  • March 07, 2024 

તારીખ 6 માર્ચ, બુધવારના રોજ રાજકોટની ગોપાલ નમકીન સહિત 3 કંપનીના IPO લોન્ચ થયા છે. જેમાં ગોપાલની સાથે શ્રી કરણી ફેબકોમ અને કૌરા ફાઈન ડાયમંડ જ્વેલરીનો પણ સમાવેશ થાય છે. શ્રી કરણી ફેબકોમના શેર ગ્રે માર્કેટમાં 143 ટકાના બમ્પર પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. ભારતીય શેરબજાર હાલમાં રેકોર્ડ હાઈ પર ટ્રેડ થઈ રહ્યું છે.


ગોપાલ નમકીન : આ મેઈનબોર્ડ ઈશ્યૂ આજે રોકાણકારો માટે ખુલ્યો છે. આ IPOમાં 11 માર્ચ સુધી રોકાણ કરી શકાશે. ગોપાલ નમકીનનો આઈપીઓ 650 કરોડ રૂપિયાનો બુક બિલ્ડ ઈશ્યુ છે. આ ઈશ્યુ સંપૂર્ણપણે 1.62 કરોડ શેરના ઓફર ફોર સેલ છે. ગ્રે માર્કેટમાં ગોપાલ નમકીનના શેર 401 રૂપિયાની ઈશ્યૂ પ્રાઈસની તુલનામાં 65 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આજના ભાવ મૂજબ ગણતરી કરીએ ગોપાલ નમકીનના IPO નું શેરબજારમાં 16.21 ટકાના પ્રીમિયમ સાથે 466 રૂપિયા પર લિસ્ટિંગ થઈ શકે છે.


શ્રી કરણી ફેબકોમ : આ IPO માં 6 માર્ચથી 11 માર્ચ 2024 સુધી સબસ્ક્રાઇબ કરી શકાય છે. શ્રી કરણી ફેબકોમ આઈપીઓ 42.49 કરોડ રૂપિયાનો બુક બિલ્ડ ઈશ્યુ છે. આ ઈશ્યુ 18.72 લાખ શેરનો સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 227 રૂપિયાની ઈશ્યૂ પ્રાઈસ સામે 325 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. કંપનીના શેર 143.17 ટકાના પ્રીમિયમ સાથે 552 રૂપિયામાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે.


કૌરા ફાઈન ડાયમંડ જ્વેલરી : આ SME IPO 6 માર્ચથી 11 માર્ચ સુધી સબસ્ક્રાઈબ કરી શકાશે. કૌરા ફાઇન ડાયમંડ જ્વેલરી આઈપીઓ 5.50 કરોડ રૂપિયાનો ફિક્સ પ્રાઇસ ઇશ્યૂ છે. આ ઈશ્યુ 10 લાખ શેરનો સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 55 રૂપિયાની ઈશ્યૂ પ્રાઈસની તુલનામાં 60 રૂપિયા પર ટ્રેડ થતા જોવા મળે છે. આ રીતે શેર 115 રૂપિયામાં 109.09 ટકાના પ્રીમિયમ સાથે શેરબજારમાં લિસ્ટ થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application