Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમેરીકાથી ગૂગલનો કર્મી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આવ્યો,સ્વયં સેવક તરીકે જોડાયા

  • December 16, 2022 

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દેશ અને વિદેશથી સ્વયંસેવકો જોડાઈ રહ્યા છે. યુએસથી ગૂગલના યુવા કર્મી અક્ષર મોદી સ્વયંસેવક તરીકે જોડાયા છે. અક્ષર મોદી ગૂગલની ઓફિસમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે. અક્ષર મોદી 1 મહિનાની રજા લઈને સેવા આપવા આવ્યા છે.



જેનું ઉદઘાટન ગઈ કાલે પીએમ મોદીએ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવશે અને આ રાષ્ટ્રપતિની જન્મશતાબ્દીની ઉજવણીમાં ભા ગ લેશે. અમિત શાહ આજે માનવ ઉત્સવની શરૂઆત કરશે. નગરમાં એક માસ સુધી માનવ મહેરામણ જામશે.


ગુગલમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો એક ભક્ત આ માહોલમાં અન્ય સ્વયં સેવકની જેમ સામેલ થયો છે. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં દેશ-વિદેશમાંથી ભક્તો સેવા આપવા આવી રહ્યા છે. પ્રમુખસ્વામી નગરમાં 60 હજાર જેટલા સ્વયંસેવકો હાજર છે. ત્યારે ગુગલમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો અક્ષર મોદી એક મહિનાની રજા લઈને અમેરિકાથી સેવા આપવા આવ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજ નગર પહોંચ્યા બાદ કહ્યું કે, આ ઉત્સવમાં સેવા આપવા માટે 2 વર્ષથી રજા લીધી નથી.


પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી પર્વમાં તે અન્ય સ્વયં સેવકની જેમ કામ કરી રહ્યો છે.પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ ગઈકાલે પીએમ મોદીએ ઉદઘાટન કરીને કરાવ્યો છે. ત્યારે દેશ વિદેશથી વીવીઆઈપીઓ આવી રહ્યા છે. જેઓ ખુદ સ્વયં સેવક તરીકે જોડાઈ રહ્યા છે. અમદાવાદના ઓંગણજ પાસે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. 600 એકરમાં ફેલાયેલ કેમ્પસમાં ભવ્ય પ્રમુખ સ્વામિનારાયણ મંદિર બનાવાયું છે.



ગઈકાલે પીએમ મોદી બાદ આજે અમિત શાહે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી છે. અમદાવાદના ઓંગણજ ખાતેના પરીસરની અંદર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેઠાલાલથી લઈને અન્ય નામી હસ્તીઓ પણ પહોંચી છે ત્યારે મોટા બિઝનેસમેન પણ આજે શતાબ્દી મહોત્સવની અંદર હાજરી આપવા માટે પહોંચશે. ગૌતમ દાણીથી લઈને કરશન પટેલ અને પંકજ પટેલ સુધીના ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. જેઓ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની અંદર હાજરી આપશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application