આખરે ગુગલે ભારતીય પ્રતિસ્પર્ધા નિયામક (CCI) ને 337.76 કરોડનો દંડ ચૂકવ્યો છે. CCI એ આ દંડ ગુગલ પર એન્ડોઈડ કેસમાં લગાડ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આવું પહેલીવાર થયુ છે કે કોઈ મોટી ટેક કંપનીએ ભારતીય રેગ્યુલેટરને દંડ ચૂકવ્યો હોય. અને હવે ભારત સરકાર નવો ડિજિટલ ઈન્ડિયા એક્ટ બનાવી રહી છે. અને જો તેનો ઉલ્લંઘન કરવા બદલ ગુગલ સામે પ્રતિસ્પર્ધા આયોગે જ આ ભારે દંડ ફટકાર્યો હતો.
Google એ આ દંડની રકમ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઈન્ડિયાના ખાતામાં જમા કરી દીધી છે.આ બાબતે મળતી માહિતી પ્રમાણે Google એ આ દંડની રકમ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઈન્ડિયાના ખાતામાં જમા કરી દીધી છે. કંપનીએ તેની સામે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)માં અપીલ કરી હતી, જેમા તે હાર્યા બાદ NCLATએ 30 દિવસની અંદર દંડની રકમ ભરી દીધી હતી.
ભારતના બદલાતા નિયમો જોતા એન્ડ્રોઈડ એપને લઈને ગુગલ દરેક નિયમોનું પાલન કરશેવર્ષ 2022ના ઑક્ટોબરમાં ભારતીય બજાર નિયામકે ગુગલ પર Android માર્કેટને પ્રભાવિત કરવાના આરોપો બદલ દંડ ફટકાર્યો હતો. ગૂગલે 2023 ની શરૂઆતમાં કહ્યું હતું કે તે CCIની સૂચનાઓ અનુસાર એન્ડ્રોઇડ કેસમાં નિયમોનું પાલન કરશે. ગુગલે દંડની રકમ ચુકવ્યા પછી તેના સ્ટેટમેન્ટમાં કહ્યુ હતુ કે ભારતના બદલાતા નિયમો જોતા એન્ડ્રોઈડ એપને લઈને ગુગલ દરેક નિયમોનું પાલન કરશે. તેમજ તેના એન્ડ્રોઈડ કંપેટિબિલિટીને અપડેટ કરી રહી છે અને આગળ CCI ના નિદેર્શો પ્રમાણે તેના સાથે જોડાયેલ નિયમોનું પાલન કરીશુ.
સુપ્રીમ કોર્ટ સુધી ગઈ હતી કંપની
આ પહેલા ગુગલે સીસીઆઈના આ નિર્ણયના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જ્યા શીર્ષ અદાલતે કહ્યુ કે, CCI ના કોઈ પણ આદેશ આપણી જ્યુ રિડિકશનની બહાર જઈ ના આપી શકાય તેમજ આ મામલે NCLATનો આદેશને જ સર્વોપરી માનવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500