Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગૂગલ તેના એડ સેલ્સ યુનિટમાં 30 હજાર કર્મચારીઓની છટણી કરી શકે !

  • December 23, 2023 

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની વધતી ભૂમિકાને લીધે નોકરીઓ સામે મોટું સંકટ પેદા થયું છે. રિપોર્ટ અનુસાર દુનિયાની દિગ્ગજ ટેક કંપની ગૂગલ તેના એડ સેલ્સ યુનિટમાં 30 હજાર કર્મચારીઓની છટણી કરી શકે છે. 


માહિતી અનુસાર ગૂગલે આશરે એક વર્ષ પહેલા 12000 કર્મચારીઓની છટણી કરી હતી. એવામાં એક વર્ષ બાદ ફરી એકવાર કર્મચારીઓને તે મોટો ઝટકો આપી શકે છે. ખરેખર જુદા જુદા પ્લેટફોર્મ પર ગૂગલના એડ પરચેઝ મશીન લર્નિંગ ટેક્નોલોજી પર આધારિત થઈ ગયા છે. જેના લીધે કર્મચારીઓ પર નિર્ભરતા ઘટી છે. 


ગૂગલે છેલ્લાં કેટલાક વર્ષોમાં નવી જાહેરાતો ક્રિએટ કરવા માટે એઆઈ પાવર્ડ ટૂલ રજૂ કર્યા હતા. કહેવાય છે કે આ ટૂલ તેની વાર્ષિક રેવન્યૂમાં મોટો વધારો કરી રહ્યા છે. ગૂગલને તેનાથી અબજો ડૉલરનો ફાયદો થઈ રહ્યો છે. જેના પગલે એક અહેવાલ અનુસાર કસ્ટમર સેલ્સ યૂનિટમાં જોબ ડિસ્પ્લેસમેન્ટ કે પછી લેઓફ આવી શકે છે. કથિત રીતે ડિપાર્ટમેન્ટ વાઈઝ ગૂગલ એડ્સ મીટિંગ દરમિયાન પણ કંપનીમાં અમુક રોલને ઓટોમેટ કરવાનો નિર્ણય લેવાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application