પાણીપુરી એ ભારતનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. પાણીપુરીને કોઈ પરિચયની જરૂર નથી. ક્રિસ્પી કડક પુરીમાં બટાકા, ચણા, મસાલા ભરીને સ્વાદવાળા પાણી સાથે પીરસવામાં આવે છે. 2015 માં આ દિવસે, મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક રેસ્ટોરન્ટે પાણીપુરીની 51 ફ્લેવર ઓફર કરીને સૌથી વધુ વિવિધ સ્વાદવાળી પાણીપુરી પીરસવાનો વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો હતો.
સમગ્ર ભારતમાં પ્રદેશ પ્રમાણે પાણીપુરી અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે અને અલગ-અલગ રીતે ખાવામાં આવે છે. મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં તેને પાણીપુરી તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં પુચકા અથવા ફુચકા નામનો ઉપયોગ થાય છે.ઈતિહાસ અનુસાર, પાણીપુરી સૌપ્રથમ મહાભારત સમયે દ્રૌપદીએ બનાવી હતી. વાર્તા એવી છે કે, જ્યારે દ્રૌપદી પાંડવોની પત્ની બની ત્યારે પણ પાંડવો મર્યાદિત સાધનો સાથે રહેતા હતા. પાંડવોની માતા કુંતીએ તેમને થોડી વસ્તુઓનો ઉપયોગ કરી રસોઈ બનાવવાનું કહ્યું હતુ.જે બધા ભાઈઓની ભૂખ સંતોષી શકે. દ્રૌપદીએ જે વાનગી તૈયાર કરી તે પાણીપુરી હતી.
તમને વિચાર આવતો હશે કે આજે અમે તમારી સમક્ષ પાણીપુરીનો ઉલ્લવેખ કેમ કરી રહ્યા છીએ તો વાત જાણે એમ છે કે આજે ગૂગલે પોતાના સુપર ડુપલ ડૂડલમાં પાણીપુરીનો ઉલ્લેખ કર્યો છે. આજે ગૂગલ પોતાના યૂઝર્સને ડૂડલ દ્વારા પાણીપુરી ગેમ રમવાની તક આપી રહ્યું છે. જો તમે પણ ગૂગલ ડૂડલ પર પાણીપુરી ગેમ રમવા માગો છો તો તેના માટે તમારે ટાઈમર સાથે ઝડપથી કામ કરવું પડશે.રમતમાં તમારે પાણીપુરીવાળાને મદદ કરવી પડશે. પાણીપુરી વિવિધ ગ્રાહકોને તેમની રુચિને ધ્યાનમાં રાખીને પીરસવામાં આવે છે. પાણીપુરી સર્વ કરવા માટે સ્ક્રીન પર દેખાતા ફ્લેવર્ડ પાણીને નીચે આપેલા ઓપ્શનોમાંથી પસંદ કરવાનું રહેશે. જો આ મેચ સાચી હશે તો જ તમે રમતમાં લાંબો સમય ટકી શકશો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500