ગુગલે 75માં સ્વતંત્રતા દિવસનો જશ્ન મનાવતા અનોખુ ગુગલ ડુડલ જારી કર્યુ છે. ભારતને 1947માં બ્રિટનથી આઝાદી મળી હતી અને મહાત્મા ગાંધીની અધ્યક્ષતા હેઠળ ભારતે આ સ્વાધીનતા મેળવી હતી. દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહને ગુગલ પણ મનાવી રહ્યુ છે. ભારતની ઐતિહાસિક પ્રગતિ અને સાંસ્કૃતિક પરંપરાઓને ધ્યાનમાં રાખતા ગૂગલે અનોખુ ડુડલ તૈયાર કર્યુ છે. જેમાં દેશના પારંપરિક નૃત્યોની ઝલક જોવા મળી છે. જે વિવિધતામાં એકતાનુ પ્રતીક છે.
આ વખતે ગૂગલ ડુડલમાં ભારતના નૃત્યની વિવિધતાઓને દર્શાવાયી છે. જેમાં ડાબે ભરતનાટ્યમને દર્શાવવામાં આવ્યુ છે. નૃત્યની આ પરંપરા ત્રણ હજાર વર્ષથી પણ વધારે જૂની છે જ્યારે જમણે છાઉ નૃત્યને દર્શાવવામાં આવ્યુ છે. જે ઝારખંડનુ પારંપરિક નૃત્ય છે. પુરૂલિયા છાઉ અને સરાયકેલા છાઉ પણ છે. ગુગલે લખ્યુ છે, હેપ્પી ઈન્ડિપેન્ડેન્સ ડે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 75માં સ્વતંત્રતા દિવસના અવસરે રવિવારે રાષ્ટ્રના નામે લાલ કિલ્લાની પ્રાચીરથી દેશનો સંબોધિત કર્યો. પીએમ મોદીએ આઝાદીના આ સમારોહના દિવસે ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’ના નારા સાથે એક નવુ સૂત્ર ‘સૌનો પ્રયાસ જોડ્યો’, પીએમ મોદીએ આને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને હવે સૌના પ્રયાસના નારા તરીકે રજૂ કર્યુ છે. જેથી સંયુક્ત પ્રયાસથી દેશને આઝાદીના 100 વર્ષ પૂરા થવાના અવસરે નવી ઉંચાઈઓ પર પહોંચાડી શકાય.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500