Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Google અને Appleએ એપ ડેવલપર્સને આપી ચેતવણી એપ્સ અપડેટ ના કરવામાં આવે તો એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવશે

  • May 14, 2022 

તાજેતરમાં ગૂગલ અને એપલે એપ ડેવલપર્સને ચેતવણી આપતા કહ્યુ હતુ કે, જેમની એપ્સ અપડેટ કરવામાં નથી આવી રહી તેને એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવશે. હવે એક અહેવાલમાં એવી જાણકારી અપાઈ છે કે, એપલ અને ગૂગલ પોતાના એપ સ્ટોર અને પ્લે સ્ટોર પર હાલમાં મોજુદ 30 ટકા એપ્સને હટાવી શકે છે. એ પ્રમાણે જોવામાં આવે  15 લાખ એપ્સ પર કાયમ માટે બેન લાગી શકે છે.



મળતી વિગતો પ્રમાણે, 2 વર્ષથી જે એપ અપડેટ કરવામાં આવી નથી તે તમામ એપ હટાવી લેવાય તેવી શક્યતા છે. જે એપ અપડેટ નથી થતી તેમાં એજ્યુકેશન, રેફરન્સ અને ગેમ્સ કેટેગરીમાં આવતી સંખ્યા વધારે છે. 15 લાખ એપ્સ પૈકની પણ 3.14 લાખ એપ્સ એવી છે જે 5 વર્ષથી અપડેટ નથી થઈ અને તેને તાત્કાલિક ધોરણે હટાવવાનો નિર્ણય ગૂગલ અને એપલ લઈ શકે છે.



જોકે એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, એપ હટાવવાની ચેતવણી બાદ 6 મહિનામાં 13 લાખ એપ્સ એપડેટ થયા છે. જાણકારોનુ માનવુ છે કે, જે એપ્સને લાંબા સમય સુધી અપડેટ ના કરાય તેમાં સિક્યુરિટીનુ જોખમ વધી જાય છે. અપડેટના અભાવે એપ્સમાં બગનુ જોખમ પણ વધે છે. જોકે ગૂગલ અને એપલે એવુ પણ કહ્યુ છે કે, જે એપ્સ હટાવી દેવાશે તે જો કોઈના ફોનમાં હશે તો તે યુઝર એપને એક્સેસ કરી શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application