ભારતનાં રાજદૂત તરનજીત સિંહ સંધુએ Google અને આલ્ફાબેટનાં CEO સુંદર પિચાઈને અમેરિકાનાં સાન ફ્રાન્સિસ્કોમાં દેશનાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા છે. સંધુએ ટ્વીટર પર કહ્યું કે, સાન ફ્રાન્સિસ્કોમાં Google અને આલ્ફાબેટનાં CEO સુંદર પિચાઈને પદ્મ ભૂષણથી સમ્માનિત કરીને આનંદ થયો. સુંદરની મદુરાઈથી માઉન્ટેન વ્યૂ સુધીની પ્રેરણાદાયી યાત્રા ભારત-USનાં આર્થિક અને ટેક્નોલોજી સંબંધોને મજબૂત બનાવે છે અને ભારતીય પ્રતિભાને પુનઃ સમર્થન આપે છે. USમાં ભારતીય રાજદૂત તરફથી પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કાર પ્રાપ્ત કર્યા બાદ સુંદર પિચાઈએ તેમના બ્લોગમાં જણાવ્યું હતું કે, તેઓ ભારતીય રાજદૂત સંધુને તેમને હોસ્ટ કરવા અને તેમને પદ્મ ભૂષણ આપવા બદલ આભાર વ્યક્ત કરવા માંગે છે.
આ માટે તેઓ ભારત સરકાર અને ભારતનાં લોકોના ખૂબ આભારી છે અને તેમના પ્રત્યે અપાર આદર વ્યક્ત કરે છે. સુંદર પિચાઈએ કહ્યું કે, ભારત તેમનો એક ભાગ છે. તે જ્યાં પણ જાય છે ત્યાં તેને પોતાની સાથે લઈ જાય છે. તેમણે તેમના બ્લોગમાં જણાવ્યું હતું કે, તેઓ ભાગ્યશાળી છે કે તેઓ એવા પરિવારમાં ઉછર્યા છે જયાં શીખ્યા અને જ્ઞાન મેળવ્યું. તેમણે કહ્યું કે તેના માતા-પિતાએ તે સુનિશ્ચિત કરવા માટે ઘણું બલિદાન આપ્યું કે સુંદર પિચાઈને તેની રુચિઓ શોધવાની તકો મળી. પુરસ્કાર સ્વીકારતા 50 વર્ષીય પિચાઈએ જણાવ્યું હતું કે, ટેકનિકલ પરિવર્તનની ઝડપી ગતિના સાક્ષી બનવા માટે વર્ષોથી ઘણી વખત ભારત પરત ફરવું અદ્ભુત રહ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં ડિજિટલ પેમેન્ટથી લઈને વોઈસ ટેક્નોલોજી સુધીના ફેરફારોથી સમગ્ર વિશ્વમાં લોકોને ફાયદો થઈ રહ્યો છે.
સુંદર પિચાઈએ કહ્યું કે, વડાપ્રધાન મોદીનું ડિજિટલ ઈન્ડિયાનું વિઝન ચોક્કસપણે તે પ્રગતિમાં એક સીમાચિહ્નરૂપ છે અને મને ગર્વ છે કે, ગૂગલે ભારતને બહેતર બનાવવા માટે બે પરિવર્તનકારી દાયકાઓમાં સરકારો, વ્યવસાયો અને સમુદાયો સાથે ભાગીદારી કરી છે. રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. દરેક નવી ટેક્નોલોજી જે આપણા ઘર સુધી પહોંચે છે તેણે આપણું જીવન સારું બનાવ્યું છે અને તે અનુભવે મને ટેક્નોલોજી બનાવવામાં મદદ કરવાની તક આપી છે જે Google અને વિશ્વભરનાં લોકોનું જીવન સુધારે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500