Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગૂગલે ગણતંત્ર દિવસ પર બનાવ્યુ શાનદાર ડૂડલ : ભારતની સંસ્કૃતિ અને વિરાસતની દેખાઈ ઝલક

  • January 27, 2022 

ભારતના 73માં ગણતંત્ર દિવસના અવસરે ગૂગલએ એક ખાસ ડૂડલ બનાવીને ભારતની સંસ્કૃતિ અને વિરાસતની ઝલકનુ પ્રદર્શન કર્યુ છે. 26 જાન્યુઆરીના દુનિયા ભારતની સંસ્કૃતિ વિરાસત, સૈન્ય તાકાત અને વિકાસની ઝલક બતાવે છે જે દરેક ભારતીય માટે એક ગર્વની વાત હોય છે. ગૂગલે આને વધુ ખાસ બનાવતા ડૂડલમાં ઊંટ, હાથી, ઘોડા, ઢોલ સહિત તિરંગાના રૂપમાં રજૂ કર્યુ છે. ગૂગલે ગયા વર્ષે 73માં ગણતંત્ર દિવસના અવસરે ડૂડલમાં દેશની કેટલીક સંસ્કૃતિઓની ઝલક રજૂ કરી હતી. ગૂગલે ભારતના ગણતંત્ર દિવસ માટે શાનદાર ડૂડલ બનાવ્યુ છે. જે રીતે ગૂગલ દરેક અવસરને પોતાનુ યુનિક ડૂડલ બનાવીને સેલિબ્રેટ કરે છે, તે જ રીતે આ વખતે પણ ગણતંત્ર દિવસના અવસરે યુનીક ગૂગલ ડૂડલ બનાવવામાં આવ્યુ છે. ગૂગલે ડૂડલમાં 73માં ગણતંત્ર દિવસની પરેડને એલિમેન્ટ રાખ્યુ છે. આ ડૂડલમાં 1 હાથી, 1 ઘોડો, 1 ઊંટ, લાલ તબલા, પરેડનો પથ, બેન્ડના વાદ્યયંત્રની સાથે-સાથે ભારતીય તિરંગાનુ પણ ફિચર કર્યુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application