Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંક્લેશ્વરના ગોડાઉનમાં શંકાસ્પદગોળ-જોગરી પાઉડર સહિત લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

  • April 19, 2023 

અંકલેશ્વરના ગોડાઉનમાં શંકાસ્પદ ગોળ સહિત જોગરી પાઉડરનું ચાલી રહીયુ છે વેચાણ ગોયા બજાર ભાલીયાવાડના ત્રણ ગોડાઉનમાંથી લાખોનો મુદ્દામાલની કરી ઝડપી 2.71 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તમામ ગોડાઉનને કર્યા લોક ત્યારબાદ એફ એસ એલ ની મદદ વડે સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી હતી.


અંકલેશ્વર શહેર પોલીસે ગોયા બજારના ભાલીયાવાડ સહિતના ત્રણ ગોડાઉનમાંથી શંકાસ્પદ ગોળ સહિત જોગરી પાઉડર મળી કુલ 2 લાખથી વધુ જથ્થો ઝડપી પાડ્યો હતો.અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગોયા બજાર ભાલીયાવાડ ખાતે બે અને પરસેસ સોસાયટીના એક ગોડાઉનમાં સંજય અરવિંદ ગાંધી શંકાસ્પદ ગોળનો જથ્થો સંતાડી વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ત્રણેય ગોડાઉનમાંથી ગોળના પતરાના ડબ્બા નંગ-46,ગોળના સાકા નંગ-823 અને ગોળના બોક્સ નંગ-501,જોગરી પાઉડર બેગ નંગ-453 મળી કુલ 2.71 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તમામ ગોડાઉનને લોક કરી એફએસએલની મદદ વડે સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News