Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Good news : ગૃહરાજયમંત્રી હર્ષ સંધવીએ પોતાના જન્મદિવસની ઉજવણી સિવિલ હોસ્પિટલના ગરીબ અને જરૂરીયાતમંદ દર્દી સાથે સેવાકીય પ્રવૃત્તિ સાથે કરી

  • January 08, 2023 

ગૃહરાજયમંત્રીશ્રી હર્ષ સંધવીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના ૩૮માં જન્મદિવસની ઉજવણી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓને સ્ટ્રેચર, વ્હીલચેર તથા એમ્યુલન્સ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરી હતી.

          



આ અવસરે નર્સિંગ એસોસિયેશન દ્વારા મંત્રીશ્રીને ૩૮ ફ્રુટની ટોકરીઓ, સમાજ સેવક શ્રી કલ્પશે મહેતાએ ૫૦૦ બ્લેનકેટ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ ટોકરીઓ અને બ્લેનકેટ નવી સિવિલ હોસ્પિટલના હિમોફિલીયાના દર્દી તેમજ બાળરોગ વિભાગના તમામ દર્દીઓને ફ્રુટની ટોકરી અને બ્લેનકેટ મંત્રીશ્રીએ અર્પણ કર્યા હતા. આ ઉપરાંત વિપુલ પટેલ દ્વારા આપવામાં આવેલા છ સ્ટ્રેચર તથા  ડો કેતનભાઇ મેઇલ છ વ્હીલચેર પણ મંત્રીશ્રીના હસ્તે સિવિલને અર્પણ કરાયા હતા. સ્વામિનારાયણ કોલેજના ડો.જય ભુવાએ બે ટ્રાયસિકલ આપી હતી.

          



આ ઉપરાંત નર્સિગ એસોસિયેશનના અગ્રણી ઈકબાલ કડીવાલા, કિરણ દોમડીયા, દિનેશ અગ્રવાલ(અમેરિકા), નિલેશ લાઠિયા તથા વિવિધ દાતાઓના સહયોગથી રૂા.૨૮ લાખના ખર્ચે અદ્યતન સાધનોથી તૈયાર થયેલી આઈ.સી.યુ., વેન્ટીલેટરની સુવિધાથી સજ્જ એમ્યુલન્સને લોક કલ્યાણ ટ્રસ્ટ ભરથાણા યુવક મંડળના પ્રમુખશ્રી દિવ્યેશ પટેલ, દેવાંગ પટેલ, ભરત પટેલ અને પીનલ પટેલને અર્પણ કરવામાં આવી હતી.



આ ટ્રસ્ટ નહી નફો નહી ખોટના દરે એમ્યુલન્સની નિભાવણી કરીને બી.પી.એલ. તથા આદિવાસી દર્દીઓને અન્ય દર્દીઓને રાહત દરે શહેરોમાં જવા માટે વિનામુલ્યે સેવા પુરી પાડશે. દક્ષિણ ગુજરાતની પહેલી આઇ.સી.યુ. સાથેની એમ્યુલન્સ છે જેમાં બ્રેઈન સ્ટ્રોક, શ્વાની બિમારી, હદયનો એટેક કે વેન્ટીલેટરની જરૂરીયાતવાળા દર્દીઓ માટે તૈયાર કરવામાં આવી છે. સુરતથી અમદાવાદ જેવા શહેરોની હોસ્પિટલોમાં જવા માટે પ્રાઈવેટ એમ્યુલન્સમાં ૫૦ હજારથી વધુ ખર્ચ થાય છે જયારે આ એમ્યુલન્સ દ્વારા ગરીબ દર્દીઓને રાહતદરે સેવા મળી રહેશે,નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓએ ૩૮માં જન્મદિવસની ફુલોની રંગોળી બનાવીને મંત્રીશ્રીને શુભકામનાઓ પાઠવી હતી.          


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application