Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેનેડા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર : હવેથી TOEFL ટેસ્ટનને પણ IRCC દ્વારા માન્યતા આપવામાં આવી

  • May 31, 2023 

કેનેડા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. અત્યાર સુધી IELTS એ એકમાત્ર ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ વિકલ્પ હતો જેના આધારે એસ.ડી.એસ. રૂટનો ઉપયોગ કરી શકાતો હતો. પરંતુ હવેથી TOEFL ટેસ્ટનને પણ IRCC દ્વારા માન્યતા આપવામાં આવી છે. આ ઉપરાંત કેનેડા દ્વારા PTE એકેડેમિક ટેસ્ટને પણ સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ અરજીઓ માટે સ્વીકારવાનું શરૂ કરવામાં આવશે.




હાયર એજ્યુકેશન એક્સપર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, આનાથી હજારો વિદ્યાર્થીઓને ફાયદા થશે જેઓ TOEFLનો ઉપયોગ કરીને એસડીએસ રૂટનો ઉપયોગ કરી જવા માંગે છે. આનાથી સંસ્થાઓને પણ એવો વિશ્વાસ આવશે કે તેમને વધુ વ્યાપક પ્રમાણમાં અરજદારો મળી રહ્યા છે જેઓ અંગ્રેજી ભાષામાં ખાસ આવડત ધરાવે છે. આગામી 10 ઓગસ્ટ, 2023થી થનારી SDS અરજીઓ માટે TOEFL iBT સ્કોર મોકલી શકશે. SDS એટલે કે સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમની સુવિધા કે જે ભારત, પાકિસ્તાન, કોસ્ટા રિકા, કોલંબો, ચીન, પેરુ, ફિલિપાઈન્સ, સેનેગલ, વિયેતનામ, ટેબોગોને મળેલી છે.




ગયા સપ્તાહમાં ETS જાહેરાત કરી હતી કે, ઈંગ્લિશ પ્રોફિસિયન્સી ટેસ્ટ માટે વધુ એક સવલત આપવામાં આવશે. આ ફેરફારો 26 જુલાઈથી અમલમાં આવશે. સત્તાવાર જાહેરાત પ્રમાણે TOEFLની ટેસ્ટમાં અગાઉ એક ટૂંકું વાંચન સેક્શન રાખવામાં આવતું હતું તેની જગ્યાએ એકેડેમિક ચર્ચાઓ માટેના લેખનનું એક નવું સેક્શન ઉમેરવામાં આવશે. દુનિયાનાં 160થી વધારે દેશોમાં 12000થી વધારે સંસ્થાઓમાં TOEFLને માન્ય રાખવામાં આવે છે.




ખાસ કરીને અમેરિકા, કેનેડા, ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં તેને માન્ય ગણવામાં આવે છે. આ ઉપરાંત યુકેની 98 ટકા યુનિવર્સિટીઓ TOEFLના આધારે વિદ્યાર્થીઓને એડમિશન આપતી હોય છે. કેનેડામાં SDS રૂટ માટે TOEFL iBTનો સ્વીકાર થવાથી ભારતના લાખો સ્ટુડન્ટસને મોટો ફાયદો સાબિત થશે. એક્સપર્ટ્સે અનુસાર કે, કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી મોટી છે. નવા ફેરફારોથી તેમની વિઝા અને એડમિશનની પ્રક્રિયા વધારે સરળ બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News