પોલીસ કર્મીઓ અને તેમના પરીવારજનો દ્વારા કરવામાં આવેલું આંદોલન તેમને ફળ્યું છે. સરકાર દ્વારા બજેટ ફાળવી કર્મચારીઓના પગાર વધારવા માટે ફરમાન કરાયું છે ત્યારે નવા જીઆર પ્રમાણે આ મહિનાથી જ પગાર વધારો મળી જશે.
પોલીસ માટે આ ખરા અર્થમાં ખુશીના સમાચાર સામે આવ્યા છે. નવો જીઆર જારી કરાતા પોલીસ વિભાગના કર્મચારીઓને આ મહિનાથી જ પગારમાં વધારો મળશે. સરકારે 550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે. ત્યારે સરકારે જાહેરાત કર્યા બાદ પોલીસ કર્મીઓને આ મહિને વધારો મળી શકે છે. રાજ્યના કોન્સ્ટેબલો,હેડ કોન્સ્ટેબલો તેમજ એએસઆઈના પગાર અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબ જ ઓછા હોવાથી બજેટ વધારવામાં કરવામાં આવ્યો છે. ત્યારે આ મહિનેથી નવો પગાર વધારો કર્મચારીઓને મળશે.સોમવાર સુધીમાં નવા ગ્રેડ પેનો જીઆર જારી કરી દેવામાં આવતા નાણાં વિભાગને જીઆર મળતાની સાથે જ પગારમાં વઘારો કરવામાં આવશે. જેથી આ મહિનાથી નવો પગાર લાગુ થશે.
આ પ્રમાણે નવો પગાર મળશે
પોલીસના જૂના પગાર પ્રમાણે જોવા જઈએ તો ફિક્સ પગાર હતા તેમાં એલઆરડી 21 હજાર હતા જેમાં 8 હજાર વધારો કરી 29 હજાર કરાયો છે. આ ઉપરાંત કોન્સ્ટેબલનો 30 હજાર પગાર હતો જેમાં 4,400નો વધારો કરી 34400 કરાયો છે. આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલનો 36 હજાર પગાર હતો તેમાં 4,900નો વધારો કરતા 40,900 કરાયો છે. આ ઉપરાંત એએસઆઈનો 43,250 પગાર હતો તેમાં 5400નો વધારો કરાતા 48,650 નવા નિયમ પ્રમાણે કરાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500