અમદાવાદ : આરટીઓ અને ટ્રાફિક પોલીસની સ્કૂલવાન અને રિક્ષામાં ફિટનેસ સર્ટિફિકેટ, વાહન પાસિંગ, પરમિશન સહિતના મુદ્દે ડ્રાઈવ કરવાની જાહેરાતને લઈને સ્કૂલ વર્ધી એસોસિયેશન દ્વારા ગઈકાલથી અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરવામાં આવી હતી. હડતાલ જાહેર થતાં અમદાવાદમાં તમામ સ્કૂલોમાં બાળકોને લેવા મૂકવા આવતી સ્કૂલવાન અને રિક્ષા બંધ થઈ હતી, જેથી વાલીઓએ બાળકોને સ્કૂલે જાતે મૂકવા આવવા માટેની ફરજ પડી હતી.
ગુજરાતમાં સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્ત માટે હડતાળ જાહેર કરી હતી. ત્યારે વાલીઓ અને બાળકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલી હડતાળ સમેટાઈ ગઈ છે. અમદાવાદના આરટીઓ અધિકારી જે. જે. પટેલ સાથે બેઠક બાદ નિર્ણય લેવાયો છે. સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જાહેરાત કરી છે. આરટીઓ અધિકારી જે. જે. પટેલે ખાતરી આપી છે. અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓ ખાતે રોજ 200 ગાડીઓનું પાર્સિંગ થાયે છે. પાર્સિંગ માટે અરજી કરનાર સ્કૂલ વર્ધી વાહનધારકોનાં વાહનનું પાર્સિંગ કરવામાં આવશે.
સ્કૂલ વર્ધીના વાહનો માટે શનિવારે અને રવિવારે પણ આરટીઓ કચેરીમાં પાર્સિંગનું કામ કરવામાં આવશે. સ્કૂલ વર્ધી વાહનનો માટે પણ નિયામોમાં બાંધછોડ નહીં કરવામાં આવે. આરટીઓ અધિકારીના જણાવ્યા અનુસાર રજિસ્ટ્રેશન માટે 45 થી 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ સમયગાળામાં દુર્ઘટના બને તો સ્કૂલ વર્ધી વાહન ચાલક જવાબદાર રહેશે.
સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે હડતાળ સમેટાઈ હોવાની જાહેરાત કરી છે. આજથી (ગુરુવાર) વિદ્યાર્થીઓને નિયમિત રુપથી બાળકોને લેવા-મુકવા જવાનું શરુ કરશે. આ સાથે સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યુ કે ગતિ સીમા, મીટર અને સીએનજી ટેન્ક બાબતની અમારી માગ યથાવત રહેશે. સ્કૂલ વર્ધી વાનમાં 14 અને રિક્ષામાં 6 બાળકો બેસાડવાની માગ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500