કચ્છના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય કૃષિ, કિસાન કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરીએ મુન્દ્રામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મધ્યે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું.
મંત્રીએ કચ્છ જિલ્લામાં થતી વિવિધ પ્રકારની ખારેક તેમ જ અન્ય પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું પ્રદર્શન નિહાળી આ સંદર્ભે ઝીણવટભરી માહિતી મેળવી હતી. ઉપસ્થિત ખેડૂતોને સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી કૈલાસ પંડિતે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે વચનબદ્ધ છે. પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદીએ કૃષિ માટેનું બજેટ વધારીને 1 લાખ 32 હજાર કરોડ રૂ. કર્યું છે.
ખેડૂત માટે લોન ઉપર 3 ટકા વ્યાજ માફીની છૂટ પણ છે. વળી, આ યોજનામાં સરકાર જાતે બેંક ગેરંટી આપે છે. ખેડૂતોને જમીન ગીરવે મૂકવી પડતી નથી.
તેમણે આ સિવાય ખેડૂતો માટે ખાસ એગ્રીકલ્ચર ઇન્ફ્રા ફંડ હેઠળ 1 લાખ કરોડનું ભંડોળ ફાળવાયું છે. ખેડૂતો પોલીહાઉસ, ગ્રીન હાઉસ, કોલ્ડ સ્ટોરેજની માળખાગત સુવિધાઓ વિકસાવી શકે તે માટે ખેડૂત દીઠ રૂ. 2કરોડની લોન મળી શકે છે. આ લોન પ્રક્રિયા ઓન લાઈન થાય છે. ખેડૂત માટે લોન ઉપર 3 ટકા વ્યાજ માફીની છૂટ પણ છે. વળી, આ યોજનામાં સરકાર જાતે બેંક ગેરંટી આપે છે. ખેડૂતોને જમીન ગીરવે મૂકવી પડતી નથી. આ યોજનાનું મોનીટરીંગ સરકાર જાતે કરે છે.
ખેડૂતો પોતાના ખેત ઉત્પાદનનું માર્કેટિંગ કરી શકે તે હેતુથી કેન્દ્ર સરકાર ફાર્મર પ્રોડ્યુસર કંપની (FPO) બનાવવા માટે સક્રિય રહી અનેક પ્રોત્સાહન આપી રહી છે. 10,000 FPO બનાવવાની દિશામાં ગતિશીલ કામગીરી થઈ રહી છે. ખેડૂતો FPOના માધ્યમથી પોતાના ખેત ઉત્પાદનનું ગ્રેડિંગ, પ્રોસેસીંગ માર્કેટિંગ કરી શકે છે.
જેથી ખેડૂત સીધો જ પોતાનો માલ બજારમાં વેચી શકે છે. આવી અનેક યોજનાઓ તળે સરકાર વેલ્યુ એડીશન માટે પણ ખેડૂતને પ્રોત્સાહિત કરે છે. કચ્છમાં ખારેક, કેરી અને કમલમ (ડ્રેગન ફ્રૂટ)માં ખેડૂતો દ્વારા વેલ્યુ એડીશન સાથે કરાતા વેચાણની કેન્દ્રીય મંત્રીશ્રીએ સરાહના કરી હતી.
જોકે, બદલાતા સમય સાથે કદમ મેળવવા પ્રાકૃતિક ખેતીને અપનાવવા કેન્દ્રીય મંત્રી ચૌધરીએ ભલામણ કરી હતી. ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીમાં પાક ઉત્પાદનનો ખર્ચ શૂન્ય થાય છે, જ્યારે પ્રાકૃતિક ખેત પેદાશોનું મૂલ્ય ખેડૂતને વધુ મળે છે. સાથે સાથે યુવા વર્ગને પણ ખેતી આજે આર્થિક આવક માટે ઉત્તમ હોઈ ખેતી ક્ષેત્રે આગળ આવી આત્મનિર્ભર બનવા આહવાન આપ્યું હતું. મંત્રીશ્રીએ મોદી સરકારના શાસનકાળમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના, દિન દયાલ ગ્રામ જ્યોતિ યોજના જેવી અનેકવિધ યોજનાઓ લોકો માટે શરૂ કરાઈ હોવાની વિસ્તૃત જાણકારી આપી હતી.
.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500