Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પીધેલાઓ માટે સારા સમાચાર ! હવે દારૂ ઢીંચવા માટે દમણ નહી પરંતુ બાજીપુરામાં કરાય છે સુવિધા ઉપલબ્ધ, વિદેશી દારૂના ધંધાર્થીઓ સક્રિય બન્યા

  • August 03, 2024 

પીધેલોઓની પ્યાસ બૂઝાવવા બુટલેગરો દારૂની રેલમ-છેલ કરવા મોટાપાયે દારૂનો જથ્થો ઠાલવવા માંડ્યા હોવાની વિગતો સામે આવી છે.ખાસ કરીને વાલોડના બાજીપુરામાં લાલુ નામનો બુટલેગર સહીત વિદેશી દારૂના ધંધાર્થીઓ સજજ થયા છે.આ મામલે સ્થાનિક પોલીસને જાણ નહોય તે વાત પણ ગળે ઉતરે તેમ નથી,પીધેલાઓ હવે દારૂ ઢીંચવા માટે દમણના દરિયા કિનારે નહી પરંતુ વાલોડના બાજીપુરામાં જ મહેફિલ માણતા હોવાનું જાણવા સુત્રો જણાવી રહ્યા છે.


તાપી જિલ્લાનો વાલોડ તાલુકાનું બાજીપુરા ગામ એટલે માંગો તે બ્રાંડનો કહો ત્યાં વિદેશી દારૂ સહેલાઇથી મળી જાય છે,લોકલ પોલીસ તો ઠીક પરંતુ હવે આ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો સ્ટાફ પણ દરોડા પાડવાની હિમ્મત દાખવતા નથી.જેના કારણે અહીના દારૂના ધંધાર્થીઓને મોકળું મેદાન મળી ગયું છે. ખાસ કરીને વાલોડના બાજીપુરામાં લાલુ નામનો બુટલેગર સહીત વિદેશી દારૂના ધંધાર્થીઓ ફરી એકવાર સક્રિય બન્યા છે, જેના કારણે પીધ્ધડોની મૌજ પડી ગઈ છે,સુત્રો અનુસાર લાલુ નામનો બુટલેગર મોટા પાયે વિદેશીદારૂની પેટીઓ સપ્લાય કરી રહ્યો હોવાની ચોંકવનારી માહિતી પ્રકાશમાં આવી છે,એવું પણ નથી દારૂ પોલીસ અને સ્થાનિક લોકોની નજરથી છુપાવીને દારૂ સપ્લાય કરી રહ્યો છે,મોપેડ પર ખુલ્લેઆમ દારૂની પેટીઓ લઇ જતો હોવાનું જાણવા મળ્યું છે.આ બુટલેગર દ્વારા લઇ જવામાં આવતો દારૂ કેટલા રૂપિયાનો હતો અને કોના ત્યાં સપ્લાય કરવા જઈ રહ્યો હતો ?? તે એક પોલીસ તપાસનો વિષય બન્યો છે.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application