મુંબઈનાં છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દુબઈથી દાણચોરી દ્વારા લાવવામાં આવેલું 3.10 કરોડની કિંમતનું 5.8 કિલો સોનું સફાઈ યંત્રમાંથી પકડાયું હતું. એરકાર્ગોમાં દાણચોરીનો માલ લાવવાના વધેલા પ્રમાણે સામે સત્તાવાળા સતર્ક થઈ ગયા છે. દુબઈથી સ્મગલિંગ દ્વારા મોટા પ્રમાણમાં સોનું લાવવામાં આવ્યું છે એવી બાતમી મળતા ડીઆરઆઈના અધિકારીઓએ તપાસ કરતા સફાઈ યંત્રની અંદરની નાનકડી બે મોટરમાં સંતાડવામાં આવેલું સોનું પકડાયું હતું.
ડીઆરઆઈ અને કસ્ટમ્સ સત્તાવાળાઓએ એરકાર્ગો દ્વારા થઈ રહેલી દાણચોરી પકડી પાડવા માટે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમ્યાન લખનઉ એરપોર્ટ પર ઈલેકટ્રીકલ થ્રેડિંગ મશીનમાં સંતાડીને લાવવામાં આવેલું 5.2 કિલો સોનું હસ્તગત કરવામાં આવ્યું હતું. જેની કિંમત 2.78 કરોડ થાય છે. ડિરેકટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સની ટીમે 2021-22 દરમ્યાન 833 કિલો દાણચોરીનું સોનું પકડી પાડયું હતું. આની એકંદર કિંમત 405 કરોડ રૂપિયા થાય છે. (ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application