Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈ એરપોર્ટ પરથી રૂપિયા 2.5 કરોડનું સોનું જપ્ત : 3 લોકોની ધરપકડ

  • December 05, 2022 

કસ્ટમ વિભાગે મુંબઈનાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 4,712 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. તેની ગેરકાયદે હેરફેર માટે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા સોનાની કિંમત અંદાજે રૂપિયા 2.5 કરોડ છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી કે, બે અલગ-અલગ મામલે કુલ 4,712 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. સર્ચ દરમિયાન સ્પેશિયલ ડિઝાઈન કરેલા અન્ડરગાર્મેન્ટ્સમાં છુપાવેલું 1,872 ગ્રામ સોનું અને ફ્લાઈટનાં ટોઈલેટમાં છુપાવેલું 2840 ગ્રામ સોનું મળી આવ્યું હતું. સોનાની દાણચોરીના આ બે કેસમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી હતી.



અધિકારીઓએ જણાવ્યું કે, તેમને ગુપ્ત માહિતી મળી હતી કે, કેટલાક લોકો એરપોર્ટ પરથી ગેરકાયદેસર રીતે સોનાની દાણચોરી કરવા જઈ રહ્યા છે. માહિતી મળ્યા બાદ અધિકારીઓએ તસ્કરોને પકડવા માટે વિશેષ સર્ચ ઓપરેશન હાથ હતું. આ દરમિયાન તેને કેટલાક લોકો પર શંકા ગઈ. આ લોકોની તલાશી લેતા ગેરકાયદે સોનું મળી આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીઓએ ચતુરાઈપૂર્વક સોનાની દાણચોરી કરવાની યોજના બનાવી હતી. આ પૈકીનાં એક કેસમાં આરોપીઓએ સોનાની ગેરકાયદેસર દાણચોરી માટે અંડરગાર્મેન્ટ્સ ખાસ ડિઝાઈન કર્યા હતા. તલાશી દરમિયાન આરોપીના આંતરવસ્ત્રોમાંથી 1,872 ગ્રામ સોનું મળી આવ્યું હતું.




આ ઉપરાંત અન્ય એક કેસમાં એક વ્યક્તિ ફ્લાઈટના ટોઈલેટમાં 2,840 ગ્રામ સોનું છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ ફ્લાઈટનાં ટોઈલેટમાંથી સોનું કબજે કર્યું હતું. સોનાની દાણચોરીના આ બંને કેસમાં કસ્ટમ વિભાગે કુલ 3 લોકોની અટકાયત કરી છે. પકડાયેલા લોકોની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. જયારે ગયા મહિનાની શરૂઆતમાં મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક જ દિવસમાં 61 કિલો સોનું જપ્ત કર્યું હતું જેની બજાર કિંમત 32 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. કસ્ટમ વિભાગે 11 નવેમ્બરે બે અલગ-અલગ કેસમાં બે મહિલાઓ સહિત સાત લોકોની ધરપકડ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News