Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : મકાનમાંથી સોના-ચાંદીનાં દાગીના અને રોકડ મળી રૂપિયા 9.19 લાખની ચોરી, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

  • December 16, 2022 

ગાંધીનગર શહેરનાં નજીક અડાલજની સેન્ટોસા વસાહતમાં પરિવાર પોતાના ઘરમાં સુઇ રહ્યો હતો તે દરમ્યાન મુખ્ય દરવાજેથી ઘરમાં ઘૂસેલા તસ્કરો કબાટ અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને 9.19 લાખની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. બનાવ અંગે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ થતા પોલીસે ગુનો દાખલ કરીને તસ્કરોને શોધવા માટેની મથામણ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર, વસાહતનાં મકાન નં.14માં રહેતા શિલ્પાબેન પચાણભાઇ ચૌહાણે ફરિયાદ આપી હતી કે, ગત સોમવારનાં રોજ તેમના પતિ ધંધાના કામ અર્થે રાજકોટ ગયા હતા અને તે તેમના ત્રણ બાળકો સાથે કુડાસણમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા.




જ્યાંથી રાત્રે ઘરે પરત ફર્યા હતા અને મકાન બંધ કરીને ઉપરના માળે સુઇ ગયા હતા આ દરમ્યાન તસ્કરો તેમના ઘરમાં પ્રવેશ્યા હતા અને લોખંડની તિજોરી તેમજ કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને રૂપિયા 9.19 લાખની મત્તા ચોરીને પલાયન થઇ ગયા હતા સવારના સમયે શિલ્પાબેન નીચે આવ્યા ત્યારે મકાનમાં સામાન વેરણ છેરણ જોઇને ચોરીનો અંદાજ આવી ગયો હતો જેથી આ મામલે તેમના પતિને જાણ કરી હતી અને અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે સ્થળ ઉપર પહોંચીને ગુનો દાખલ કરીને તસ્કરોને પકડવા માટ દોડધામ શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application