Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગોધરાકાંડ : ૮ દોષિયોને સુપ્રીમ કોર્ટે જામીન પર છોડ્યા, ૪ અપરાધીઓની જામીન અરજી ફગાવી

  • April 22, 2023 

૨૦૦૨માં ગુજરાતના ગોધરામાં ટ્રેનમાં આગ લગાવીને ૫૮ લોકોની હત્યા કરવામાં આવી હતી, આ ઘટનાના ૮ દોષિયોને સુપ્રીમ કોર્ટે જામીન પર છોડી મુક્યા છે. જ્યારે ચાર અપરાધીઓની જામીન અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ગુજરાત સરકાર દ્વારા બધા જ અપરાધીઓની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો.


ગુજરાત સરકાર વતી દલિલો કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે આ લોકોએ ગંભીર અપરાધ કર્યો હતો. આ લોકોએ ન માત્ર ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. સાથે સાથે ટ્રેનના ડબાનો દરવાજો પણ બંધ કરી દીધો હતો. જેથી અંદર આગમાં સળગનારાઓ બહાર ન નીકળી શકે. આરોપીઓની સામે ટાડા હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવી ચુક્યો છે. જેનાથી તેના અપરાધની પણ ગંભીરતાની જાણકારી મળે શકે છે.નોંધનીય છે કે ૨૭મી ફેબુ્રઆરી ૨૦૨૨માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કેટલાક ડબાને આગ લગાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં ૩૧ દોષિયોંમાંથી ૧૧ને ફાંસીની સજા આપવામાં આવી હતી. બાકી બચેલા ૨૦ લોકોને આજીવન કેદની સજા આપવામાં આવી હતી. જે લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી તેમણે અપીલ કરી હતી જેમાં તેમની સજા ઘટાડીને આજીવન કેદ કરી દેવામાં આવી હતી. હાઇકોર્ટના આ નિર્ણયને ગુજરાત સરકારે પડકાર્યો હતો. સરકારે જામીન અરજીનો પણ વિરોધ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application