Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગોડાદરાની પરિણિતાને દહેજમાં ૫૦ લાખની માંગણી કરી ઘરમાંથી કાઢી મુકાઈ

  • December 18, 2020 

ગોડાદરા વિસ્તારમાં રહેતી પરિણીતા પાસે ધંધામાં રોકાણ કરવા માટે રૂપિયા ૫૦ લાખની દહેજમાં માંગણી કરી શારીરીક માનસીક ત્રાસ આપી સંતાનો સાથે ઘરમાંથી કાઢી મુકી હોવાની ફરિયાદ મહિલા પોલીસમાં નોધાઈ છે.

 

 

 

પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ગોડાદરા શક્તિનગરમાં રહેતા અન્નુ ઉર્ફે અનુપમાબેન જીનપાલ મગદુમ (ઉ.વ.૩૯)ઍ ગઈકાલે તેના પતિ લુનચંદ ગેવરચંદ સાલેયા, સાસુ તારાદેવી ગેવરચંદ સાલેચા, નણંદ વિમલાદેવી ગેવરચંદ ચાલેચા, દિયર  પૂથ્વીરાજ સાલેચા (રહે, રાજ કોમ્પ્લેક્ષ ચલથાણ પલસાણા) સામે ફરિયાદ નોધાવી હતી જેમાં અન્નુબેને જણાવ્યું હતું કે,તેના લગ્ન ગત તા.૨૩ એપ્રિલ ૨૦૦૦માં સમાજના રીતરીવાજ મુજબ વડીલોની હાજરીમાં કર્ણાટકમા મંદિરમાં થયા હતા.

 

 

 

લુનચંદે પહેલા લગ્ન પછી બંને ઍકલા સુરતમાં રહેવાનું અને પરિવારમાં માત્ર બે માણસો છે હોવાનુ કહ્યું હતું જોકે લગ્ન બાદ સુરત આવતા અન્નુને ખબર પડી તે પરિવારમાં ચાર બહેન, ત્રણ ભાઈ અને સાસુ સસરા છે અને તેઓ પણ સાથે રહેવા માટે આવી ગયા હતા. અન્નુને લગ્નના દામ્પત્ય જીવન દરમિયાન બે સંતાન છે. જેમાં સિધ્ધાર્થ (ઉ.વ.૨૦)અને આશીકા (ઉ.વ.૧૭) છે. જેમાં આશીકા હાલમાં તેની સાથે રહે છે. અને દિકરો પુણામાં નોકરી કરી ત્યાં રહે છે. લગ્ન બાદ લુનચંદ સહિત સાસરીયાઓ દ્વારા નાની નાની બાબતોમાં ઝઘડો કરી ગાળો આપી શારીરીક માનસીક ત્રાસ આપતા હતા. તને રસોઈ બનાવતા આવડતુ નથી. તારી મા ઍ તને કઈ શિખવાડ્યુ નથી. તારા બાપે કરીયાવરમાં કઈ આપ્યું નથી. કહી મ્હેણા ટોણા મારી વારંવાર દહેજની માંગણી કરતા હતા.

 

 

લુનચંદ કામ અર્થ બહાર જવાનુ કહી બે ત્રણ મહિના સુધી ઘરે આવતા નહતા. અને ઘરે આવે ત્યારે પુછતા લુનચંદ ઉશ્કેરાઈને હું શું કરુ છે ક્યા જાવ છું તેવુ મને પુછવાનું નહી કરી ઝઘડો કરતા હતા. અને ધંધામાં મોટુ રોકાણ કરવુ પડે તેમ છે કહી પિતા પાસેથી રૂપિયા ૫૦ લાખ લઈ આવવા માટે દબાણ કરતા હતા જોકે અન્નુઍ પિતાની પરિસ્થિતિ સારી ન હોવાથી પૈસા આપવાની ના પાડતા ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને બાળકો મારા નથી તારુ કોઈની સાથે લફરુ છે તેમ કરી શારીરીક માનસીક ત્રાસ આપતા હતા. ગત તા ૪ સપ્ટેમ્બરના રોજ ફરીથી ઝઘડો કરી તારાથી થાય તે કરી લે જે હું તને રાખવાનો નથી કે તને પૈસા આપવાનો નથી જા તુ હવે પછી મારા વિરૂધ્ધમા કોઈપણ કેસ કરીશ તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ઘરમાંથી કાઢી મુકી હતી.

 

 

પોલીસે અન્નુબેનની ફરિયાદ લઈ પતિ સહિતના આરોપીઓ સામે ગુનોદાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application