ગુજરાતના જુદા જુદા જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગિરનાર પર્વત પર છેલ્લા 6 કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ભારે વરસાદને પગલે દામોદર કુંડ ઓવરફ્લો થઈ ગયો હતો. જોકે નીચાણવાળા વિસ્તારોને ભારે વરસાદને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે જૂનાગઢ-વંથલીના રસ્તા પર એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી.
આ ઉપરાંત કેશોદ પંથકમાં મોડી રાત્રી દરમિયાન ધીમીધારે ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે ઘેડ પંથકની જીવાદોરી સમાન ઓઝત નદીમાં પણ નવા નીરની શરૂઆત થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ માણાવદરમાં સૌથી વધુ ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે શેરી ગલીઓમાં વરસાદી પાણી ભરાયાં છે. ધોધમાર વરસાદને પગલે રસાલા ડેમ ઓવરફ્લો થયો છે. નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી.
જયારે આગાહી અનુસાર ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે. લૉ પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત 5મીથી 12મી જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની પડી શકે છે. કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે. જ્યારે 8મીથી 12મી જુલાઈનાં રાજ્યનાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500