Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગિરનારની પરિક્રમા વિધિવત રીતે કારતક સુદ અગીયારસના રોજથી પ્રારંભ થયો

  • November 13, 2024 

દેવઉઠી અગિયારસના મધ્યરાત્રીએ વિધીવત પરિક્રમાનો પ્રારંભ થાય એ પૂર્વે આજે સાંજ સુધીમાં ત્રણેક લાખ યાત્રિકો ઉમટી પડયા હતા. જેમાંથી સોમવાર સાંજ સુધીમાં 50,000 જેટલા યાત્રિકોએ નળ પાણીની ઘોડી વટાવી બોરદેવી પહોંચ્યા હતા. હવે આવતીકાલે રાત્રે વિધિવત પરિક્રમા શરૂ થશે ત્યારે માત્ર ગણ્યાગાંઠયા યાત્રિકો રહેવાનો અંદાજ છે.

ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ગિરનારની પરિકમાનો વિધિવત રીતે તારીખ કારતક સુદ અગીયારસના મધ્યરાત્રિથી પ્રારંભ થશે. પરંતુ ગઈકાલથી જ  મોટી સંખ્યામાં યાત્રિકોએ ભવનાથ તળેટી અને આસપાસના વિસ્તારોમાં પડાવ નાખ્યો હતો અને પ્રવેશદ્વાર ખોલવા માંગ કરી હતી. ગતરાત્રી દરમ્યાન પણ તળેટી તરફ યાત્રિકોનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો હતો. જેને ધ્યાને લઈને આજે વહેલી સવારે છ વાગ્યે પ્રવેશદ્વાર ખોલી નાખવામાં આવ્યો હતો. બાદમાં દસેક વાગ્યા સુધી ભારે ભીડ રહી હતી. જ્યારે બપોરબાદથી મોડી રાત્રી સુધીમાં મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડયા હતા.

જયારે વિધિવત પરિક્રમા શરૂ થાય એ પૂર્વે ભવનાથ તળેટી, જીણાબાવા મઢી, માળવેલા વિસ્તારમાં ત્રણ લાખ યાત્રિકો ઉમટી પડયા હતા. વનવિભાગના ગણતરી પોઇન્ટ પર નોંધાયેલા આંકડા મુજબ આજે રાત સુધીમાં 50,000 જેટલા યાત્રિકોએ નળ પાણીની ઘોડી વટાવી લીધી હતી અને તેમાંથી અમુક લોકો અંતિમ પડાવ બોરદેવી પહોંચી ગયા હતા. તેઓ આજે બપોર સુધીમાં પરિક્રમા પૂર્ણ કરી પરત તળેટી પહોંચી જશે. આજે રાત્રીના 12 વાગ્યે વિધિવ પરિક્રમાં શરૂ થશે ત્યારે ગણ્યા ગાંઠયા ભાવિકો રહેવાની સંભાવના છે.  સવારથી પરિક્રમા શરૂ થતા જૂનાગઢ મજેવડી દરવાજા, કાળવા ચોક સહિતના વિસ્તારોમાં પરિક્રમાનો ટ્રાફીક જોવા મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application