વ્યારાનાં રામકુવા ગામની યુવતી એકટીવા લઈને વ્યારા તરફ આવી રહી હતી તે દરમિયાન બામણામાળ પાટિયા પાસે ટ્રકે પાછળથી ટક્કર મારી તેણીની એકટીવાને આશરે એક કિ.મી. સુધી સાથે ઘસડી લઇ જતા ગોઝારા અકસ્માતમાં યુવતીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાના બામણામાળ પાટીયા પાસે ઉનાઈથી વ્યારા તરફ જતાં હાઇવે ઉપર એકટીવા બાઈક નંબર જીજે/૨૬/ એએ/૦૩૭૮ને ટ્રક નંબર જીજે/૧૮/એએક્સ/૯૬૧૩એ ટક્કર મારતાં થયેલ ગોઝારા અકસ્માતમાં એકટીવા ચાલક અનિલાબેન ડાહ્યાભાઈ ચૌધરી (ઉ.વ.૪૩., રહે.રામકુવા ગામ, વ્યારા)ને શરીરે ગંભીર ઇજા થઇ હતી. જોકે યુવતીની એકટીવા ઉપરથી પાડી નાંખી એકટીવાને ટ્રક સાથે આશરે એક કિ.મી. જેટલુ દુર સુધી ઘસડી લઇ જઇ ટ્રક ચાલક ટ્રક મુકી ફરાર થઇ ગયો હતો. જયારે ગોઝારા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત અંગે ટ્રક ચાલક સામે વ્યારા પોલીસ મથકે પ્રદિપભાઈ ચૌધરીએ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હઠળ હરવા આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application