સુરત જિલ્લાના કોસંબા ખાતે ૨૭ વર્ષીય પરપ્રાંતીય યુવતીએ મંગેતરના રૂમમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ જીવ ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી મુજબ, હાલ કોસંબામાં ખોડિયાર પેટ્રોલપંપની પાછળ શિવાલય ઇન્ડસ્ટ્રીઝમાં વિવોન પોલીમોર્સ પ્રા.લિ.કંપનીની કોલોનીના પ્રથમ માળે પોતાના મંગેતરના અજય બટાક્રિષ્ણા નાયકાના રૂમમાં રહેતી ઓરિસ્સાવાસી ૨૭ વર્ષીય સસ્મિતા ભરત દાસે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લઇ આપઘાત કરી લીધો હતો. યુવતીના મંગેતર અજય બટાક્રિષ્ણા નાયકાએ કોસંબા પોલીસ મથકે આ ઘટનાની જાણ કરતા પોલીસે ગુનો નોંધી યુવતીએ કયા કારણસર આત્મહત્યા કરી તેની તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application