પારડી તાલુકાના ડહેલી ગામે કાકવા ફળિયા ખાતે રહેતા અને દરજી કામ કરતા શંકરભાઈ જીવલાભાઈ નાયકા પટેલ તેમના નાના અને ૧૯ વર્ષીય દીકરો મયુર શંકરભાઈ નાયકા પટેલને સવારે તેમના રૂમમાં ઉઠાડવા ગયા હતા. જોકે મયુર મળી આવ્યો ન હતો. જેથી મયુરની તેના પિતાએ ઘરમાં તેમજ આડોશ-પાડોશમાં તપાસ કરી હતી.
તપાસ દરમિયાન મયુર તેમના ઘર પાછળ આવેલા સુભાષભાઈના ખેતરમાં લીમડાના ઝાડ પર દોરીથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બાબતની જાણ ગામમાં થતા ગામલોકો ભેગા થઈ ગયા હતા. પારડી પોલીસને ઘટનાની જાણ થતાં બીટ જમાદાર દિનેશભાઈ ઘટના સ્થળે ગયા હતા. અને મયુરનો મૃતદેહનો કબજો લઈ પારડી CHC ખાતે લાવી પીએમ કરાવવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે મયુરની આત્મહત્યા કરવા પાછળના કારણો જાણવા તપાસ શરુ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application