સોનગઢ પોલીસ લાઈનના રૂમ નં.૪૭માં વિરૂબેન સામંતભાઈ શીઢા (ઉવ.૨૭, મૂળ રહે.તાવેડા, જી. ભાવનગર) રહે છે. ગત તારીખ ૯-૧૧-૨૦૨૪ના રોજ મળસ્કે પાંચ વાગ્યાના અરસામાં તેણીના સોનગઢ પોલીસ લાઈન સ્થિત ઘરે વિરૂબેનનો સગો નાનોભાઈ કરણભાઈ આવ્યો હતો અને મળસ્કે વિરૂબેનના ઘરની બહાર ઉભા રહી તેણે ફોન કરી ડોરબેલ પણ વગાડયો હતો. પરંતુ વિરૂબેન જાગી શક્યા ન હતા. થોડા સમય પછી ઊંઘ ખુલતા વિરૂબેને દરવાજો ખોલ્યો હતો. ત્યારે કરણભાઈએ વિરૂબેન શીઢાને કહ્યું હતું કે 'તને મેં કેટલા ફોન કર્યા, તું કેમ ફોન ઉપાડતી ન હતી’ તેવું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તેથી વિરૂબેનને મનમાં ખોટું લાગી આવતા તેણીએ સવારે ૬:૩૦ વાગ્યાના અરસામાં બાથરૂમમાં જઈ જાતે ફિનાઈલ પી લીધુ હતું. ઘટના બાદ તેણીને તુરંત સારવાર માટે ખસેડવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application