Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઈટાલીનાં પ્રથમ મહિલા વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની બન્યા

  • October 22, 2022 

રાઇટ વિંગના નેતા જ્યોર્જિયા મેલોની ઈટાલીનાં પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યાં છે. આ સાથે ઈટાલીમાં બ્રધર્સ ઓફ ઈટાલી પાર્ટીની નવી સરકાર રચવામાં આવે છે. જોકે 45 વર્ષીય જ્યોર્જિયા અને તેમના કેબિનેટ મંત્રીઓ આજે શપથ લેશે. ચાર વર્ષ પહેલાં માત્ર 4.13 ટકા વોટ મેળવનાર મેલોનીની પાર્ટીને આ વખતે 26 ટકા વોટ મળ્યા છે. બીજા વિશ્વયુદ્ધ પછી ઈટાલીમાં આ પ્રથમ વખત છે, જ્યારે કોઈ રાઈટ વિંગનાં નેતા વડાપ્રધાન પદ સંભાળશે. જ્યોર્જિયા પાર્ટી ઈટાલિયન સરમુખત્યાર મુસોલિનીની સમર્થક છે. ઇમિગ્રન્ટ્સને આશ્રય ન આપવો અને હોમોસેક્સ્યૂઅલનો વિરોધ અને અધિકારો ન આપવાનો એ જ્યોર્જિયાનો ચૂંટણી-એજન્ડા હતો.




જ્યોર્જિયા મેલોનીનો જન્મ 15 જાન્યુઆરી 1977નાં રોજ થયો હતો. તેઓ ઈટાલિયન જર્નલિસ્ટ અને પોલિટિશિયન છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ સરમુખત્યાર બેનિટો મુસોલિનીના સમર્થકોએ એક આંદોલન શરૂ કર્યું હતું એને ઈટાલિયન સોશિયલ મૂવમેન્ટ નામ આપવામાં આવ્યું. જોકે 15 વર્ષની ઉંમરે મેલોનીએ યુવા વિંગમાં કામ શરૂ કર્યું હતું. મેલોનીનાં પિતા એકાઉન્ટન્ટ હતા. રોમમાં જન્મેલાં મેલોની અંગ્રેજી, સ્પેનિશ અને ફ્રેન્ચ બોલે છે. તેમને એક પુત્રી છે, જેનો જન્મ 2006માં થયો હતો.




એવું માનવામાં આવે છે કે, મેલોની દેશનાં અર્થતંત્રને સુધારવા માટે ઓછું ધ્યાન આપશે. ઈટાલી પર 2100 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આ દેવું એની GDPનાં 150 ટકા છે. EUને ડર છે કે, ઈટાલીમાં સ્થિતિ વધુ ખરાબ થશે. ઈટાલીમાં રાજકીય અસ્થિરતા હોઈ શકે છે, કારણ કે જ્યોર્જિયામાં પાર્ટીને સરકાર ચલાવવાનો કોઈ અનુભવ નથી. આ સિવાય મેલોની જે બે પાર્ટી સાથે મળીને સરકાર બનાવશે એ વિશ્વાસપાત્ર નથી. બંને પાર્ટીનાં મુખ્ય નેતાઓ સિલ્વિયો બર્લુસ્કોની અને માટેઓ સાલ્વિનિકનો EU સાથે સારો ઈતિહાસ નથી. સિલ્વિયો બર્લુસ્કોની અને માટેઓ સાલ્વિનિક મહત્ત્વાકાંક્ષી નેતાઓ છે, જેઓ પોતાને વડાપ્રધાન બનતા જોવા માંગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application