રજનીકાંતની ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ 'જેલર'ના નિર્માતા કલાનિધિ મારને રવિવારે ચેન્નઇમાં ફિલ્મની સફળતાનો જશ્ન મનાવ્યો હતો. જેમાં તેણે ફિલ્મના 300 ક્રુ મેમ્બર્સોને સોનાની સિક્કા ભેટમાં આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે 'જેલર' 500 કરોડની કમાણી વટાવી ચૂકી છે અને તેની વર્લ્ડવાઈડ ગ્રોસ ઈનકમ 600 કરોડને લગોલગ હોવાનું કહેવાય છે. થોડા દિવસો પહેલા એવા અહેવાલો હતા કે, નિર્માતાએ રજનીકાન્તને 1.24 કરોડ રૂપિયાની બેએમ ડબલ્યુ એક્સ 7 કાર ભેટમાં આપી છે.
તેમજ ફિલ્મના પ્રોફિટ શેરિંગમાંથી 100 કરોડ રૂપિયા ફી ઉપરાંત આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'જેલર'માં મહેનતાણા તરીકે રજનીકાંતને રૂપિયા 110 કરોડ ચુકવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં કામ કરવા બદલ રજનીકાંતને કુલ મળીને 210 કરોડ રૂપિયા અને 1.24 કરોડ રૂપિયાની કાર ભેટમાં મળી છે. આ પછી રજનીકાન્ત ભારતમાં સૌથી વધુ અધિક મહેનતાણું મેળવનારો અભિનેતા બની ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application