Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ પાલિકા દ્વારા રક્ષાબંધન પર્વ પર બહેનોને સિટી બસમાં મફત મુસાફરીની ભેટ

  • August 10, 2022 

ગુરૂવારે રક્ષાબંધન તહેવારે નગરપાલિકા સંચાલિત ભરૂચ સિટી બસ સુવિધા દ્વારા બહેનોને સતત બીજા વર્ષે એક દિવસ મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે. સવારથી સાંજ સુધી 13 રૂટો ઉપર બહેનો નિઃશુલ્ક સફર કરી શકશે. ભરૂચ સિટી બસ સેવા ગત વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી. ત્યારથી જ શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે. રક્ષાબંધન પર્વે ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે આ વર્ષે પણ મફત મુસાફરીની ભેટ લઈને આવ્યું છે.



પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ પાલિકા દ્વારા ગુરુવારે સવારથી સાંજ સુધી સિટી બસમાં બહેનો માટે મફત મુસાફરીની જાહેરાત કરાઈ છે. ગત વર્ષે રાતે 8 વાગ્યા સુધીમાં મફત મુસાફરીનો 8 હજાર થી વધુ બહેનોએ લાભ લીધો હતો. ભરૂચ શહેરી વિસ્તારમાં ગત વર્ષે જ સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં શહેરી વિસ્તારના 12 રૂટને આવરી લેવાયા હતા. જે બાદ ગત વર્ષે એક્ષાબંધને જ 13 મો રૂટ જુના ભરૂચ સોનેરી મહેલથી શરૂ કરવામાં આવ્યો હતો.


સિટી બસ સેવાને શહેરીજનો તરફથી આવકાર મળતા રીક્ષા ચાલકોની રોજી છીનવાતા તેઓ દ્વારા વખતો વખત સિટી બસ સેવાનો એક યા બીજા કારણોસર વિરોધ નોંધાવ્યો હતો. સિટી બસ ના બસ સ્ટેન્ડ સિવાય રસ્તામાં મનફાવે તેમ બસો ઉભી કરી દેવાતી હોય રિક્ષાના પેસેન્જર ખેંચી જતી હોય તેમ જ રિક્ષાવાળાઓને પડતી તકલીફો ઉપર રજૂઆતો કરાઈ હતી. જોકે શહેરીજનો માટે તો સસ્તી, સલામત અને સુવિધાજનક મુસાફરીને લઈ સિટી બસો તરફ નગરજનો વળી રહ્યાં છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application