સોનગઢ તાલુકામાં નાના બંધારપાડા ગામે આવેલો ગીધમાળી આયા ડુંગર ફરી વિવાદોમાં આવ્યો છે. વર્ષોથી આ ડુંગર પર આદિવાસી સમાજ તેમની કણી કંસરી માતાની પૂજા આરાધના કરતા હોવાનો દાવો કરી રહ્યા છે. ત્યારે આ જ સ્થાન પર ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા મરિયમ માતાનું ગેરકાયદેસર મંદિર ઉભુ કરાયો હોવાની ફરિયાદ થતા મરિયમ મંદિરને તોડવાના હુકમ સાથે જવાબદારોને ત્રણ નોટિસ પણ ફટકારવામાં આવી હતો. તો છતાં ખ્રિસ્તી સમાજ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવતા હિન્દુ સમાજ રોષે ભરાયો હતો અને મેળાની પરવાનગી રદ કરવા તાપી કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું છે.
તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગૃપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો
તાપી જિલ્લામાં સોનગઢ નાના બંધારપાડા ગામે આવેલા ગીઘમાળી ડુંગર છેલ્લા ઘણા સમયથી વિવાદાસ્પદ બન્યો છે. આદિવાસી સમાજના લોકોના જણાવ્યા મુજબ વર્ષોથી આદિવાસી સમાજ ગીધમાળી આયા ડુંગર પર કણી કંસરી માતાની પૂજા આરાધના કરતા હોવાનો દાવો કરી રહ્યા છે. અને લોકો દ્વારા વર્ષ દરમ્યાન ખેતરમાં પકવેલા અનાજ પ્રથમ માતાને ચઢાવવા માં આવે છે. અને ત્યાર બાદ અન્ન ધાન્ય નો ઉપયોગ કરે છે. ત્યારે આ જ સ્થાન પર ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા મરિયમ માતાનું ગેરકાયદેસર મંદિર બનાવી ગીધમાળી આયા ડુંગર પર કબજો જમાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગૃપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો
ત્યારે આ બાબતે કલેકટર થી લઈને મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવતા આ અંગે ચાલેલી તપાસ બાદ ગૌચરમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલા મરિયમ માતાના મંદિરના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ત્રણ ત્રણ નોટિસ આપવા છતાં બાંધકામ દૂર કરવાને બદલે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વોટ્સ અપ પર ફરતી આમંત્રણ પત્રિકામાં જણાવ્યા મુજબ આગામી ૪ ફેબ્રુઆરી ના રોજ સરઘસ નું અને ખ્રિસ્તી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે અને પત્રિકામાં જણાવ્યા મુજબ મેળાના કાર્યક્રમમાં આમંત્રણ આપનારમાં માંડળ તાબાના ફાધરો, સિસ્ટરો, આગેવાનો અને સર્વ ધર્મજનો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ત્યારે આદિવાસી સમાજ અને ગ્રામજનો દ્વારા અખિલ ભારતીય સંત સમિતિના નેજા હેઠળ તાપી કલેકટરને આવેદનપત્ર પાઠવી મેળાની મંજુરી રદ કરવા માંગ કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500