કામરેજનાં વેલંજા ખાતે રત્ન કલાકાર આઘેડને બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપવાનાં મામલે કામરેજ પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કામરેજનાં વેલંજા ગામે સુખ સ્વપ્ન રો-હાઉસમાં રહેતા અને મુળ રાજકોટ જીલ્લાનાં કાગવડ ગામનાં પર વર્ષીય અરવિંદભાઈ કેશવભાઈ રાણપરીયા રત્નકલાકાર છે.
અરવિંદભાઈ કામ પતાવી પરત ઘરે આવી રહ્યા હતા. તે દરમ્યાન વેલંજા ગામની સીમમાં આશોપાલવ કેનાલ રોડ પર પહોંચતા જ્યાં બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ રત્ન કલાકાર અરવિંદભાઈને ઉભા રાખ્યા હતા. ત્યારબાદ અજાણ્યા ઈસમોએ જણાવ્યું કે તમારો ઓલપાડ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, તે કેસમાંથી તમે હટી જાવ નહીતર તમારા બધા પરીવારની હાલત ખરાબ કરી નાંખીશુ તેવી ધમકી આપતા રત્નકલાકાર અરવિંદભાઈએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઉપરોક્ત ઇસમોએ અરવિંદભાઈ ઉપર લાકડી વડે હુમલો કરી આ કેસમાંથી નહીં હટો અને પોલીસને જાણ કરશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ રત્ન કલાકાર અરવિંદભાઈએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application