ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદના પોલીસ સ્ટેશન રોડના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં આગ લાગી છે જયારે આ ફેક્ટરીમાં માસ્ક અને PPE કિટ્સ બનાવવામાં આવતી હતી.
ફેક્ટરીમાં આગ લાગી છે તે દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર-બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. સાહિબાબાદ અને વૈશાલી ફાયર સ્ટેશનથી વાહનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘણા પ્રયત્નો બાદ ફાયર-બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો પરંતુ આ આગમાં 14 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
આ ઘટના સ્થળે પહોંચેલા એસએસપી કલાનિધિ નૈથાનીએ જણાવ્યું હતું કે, સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને તબીબી સાધનો બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાની વિગત મળી હતી. માહિતીના આધારે પોલીસ અને ફાયર-બ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને અનેક કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500