મુંબઈનાં વિરાર (ઈ)ના ગાંધીચોક વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેન્કના એક એટીએમ મશીનને ગેસકટરથી તોડી ચોરટાઓ 17 લાખની રોકડ લઈ છૂ થઈ ગયા હતા. આ પ્રકરણે વિરાર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. આ પ્રકરણે પ્રાપ્ત વિગતાનુસાર, બુધવારે વહેલી સવારે ચાર વાગ્યે આ ઘટના બની હતી. અહીંના ગાંધી ચોક રાજા એપાર્ટમેન્ટમાં આવેલ એસબીઆઈના એટીએમ સેન્ટરને ગેસકટરથી તોડવામાં આવ્યું હતું.
ત્યારબાદ ચોરટાઓ અહીંથી 17.22 લાખ રૂપિયાની કેશ ચોરી જવામાં સફળ રહ્યા હતા. વહેલી સવારે અમુક લોકોની નજર નુકસાનગ્રસ્ત એટીએમ સેન્ટર પર પડતા આ બાબતની જાણ પોલીસને કરવામાં આવતા વિરાર પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે આ ઘટનાની તપાસ માટે એક વિશેષ ટીમ બનાવી છે. જેણે આસપાસના સીસીટીવી ફૂટેજને આધારે આ પ્રકરણે વધુ તપાસ દરી છે. પોલીસે આ બાબતે શંકા વ્યક્ત કરી હતી કે આ કામ કોઈ એકલ- દોકલ વ્યક્તિનુ નહીં પણ સંગઠીત ટોળીનું લાગી રહ્યું છે. આ પહેલા ફેબુ્રઆરી મહિનામાં વસઈ (ઈ)ના સાતીવલીમાં પણ આવી જ ચોરીની ઘટના બની હતી, જેમાં એસબીઆઈના એટીએમ મશીનને ગેસ કટરથી તોડી 20 લાખની રોકડ ઉપાડી લેવામાં આવી હતી. આ બંને ઘટના વચ્ચે ઘણુ સમય નજરે પડી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500