વલસાડની અતુલ કંપનીનાં એમ.પી.પી. પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના બની હતી અને આ કામદારો પાસે સેફટીનાં સાધનો ન હોવાથી ગેસ ગળતરની ઘટનામાં બે કામદારોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ કંપનીનાં સંચાલકોને થતાં કંપનીની ફાયર અને ગેસ લીકેજ રીપેરીંગ ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી. બનાવની વિગત એવી છે કે, અતુલની એમ.પી.પી. પ્લાન્ટનાં ગેસ સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો. ગેસ લીકેજ મેઈટનેન્સ ટીમ અને કંપનીના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળની મુલાકાતે દોડી આવ્યાં હતા.
જોકે ઇજાગ્રસ્ત બંને કામદારો પૈકી એકની હાલત ગંભીર છે અને જેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. વલસાડના અતુલ ખાતે આવેલી એમ.પી.પી. પ્લાન્ટના ગેસ લાઈનમાં લિકેજની ઘટના બની હતી. અતુલનાં એમ.પી.પી. પ્લાન્ટ ખાતે ગેસ ગળતરની ઘટના બનતા પ્લાન્ટમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. કંપનીમાં ઉચ્ચ અધિકારીઓ અને કેમિકલ સેફટીની ટીમને કામદારોએ જાણ કરી હતી.
અતુલ કંપનીમાં એમ.પી.પી. પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના બનતા બે કામદારો પાસે સેફટીના સાધનો ન રહેતા કામદારોને ગેસ ગળતરની અસર થઈ હતી. ગેસ ગળતરની ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાને લઈને ગેસ લાઈન મેઇન્ટેનસ અને ગેસ ગળતર સેફટીની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લિકેજ બંધ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ગેસ લિકેજ ઉપર કન્ટ્રોલ મેળવતા એક કલાકથી વધુનો સમય લાગ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500