Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગરીબ કલ્યાણ સંમેલન કાર્યક્ર્મ યોજાયો

  • May 31, 2022 

તાપી જિલ્લાના વ્યારા સ્થિત અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા પુરુષ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી, વ્યારા ખાતે આજરોજ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગરીબ કલ્યાણ સંમેલન અંતર્ગત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્ર્મને લાઇવ નિહાળવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં તાપી જીલ્લાના કુલ-૨૫૨ આદિવાસી ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.





આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સુરત નાયબ ખેતી નિયામક એસ.બી.ગામીત દ્વારા ખેડૂતોને કૃષિલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે પ્રધાનમંત્રી  કિસાન સન્માનનિધિ યોજના વિશે જાણકારી આપી દરેક ખેડૂતોને e-KYC ફરજીયાત પણે  કરાવવા માટે અનુરોધ કર્યો હતો. પ્રો.આરતી એન. સોની, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવીકે- તાપી દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોને આવકારી કૃષિક્ષેત્રે પ્રાકૃતિક ખેતી પદ્ધતિને અપનાવવા અંગે હાંકલ કરી હતી.




ડૉ.ધર્મિષ્ઠા એમ.પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા પ્રાકૃતિક ખેતીમાં જુદા જુદા ઘટકો વિશે માહિતી આપી બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી સંયોજક નાનસિંગભાઇ ચૌધરી, દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓની અગત્યતા અને જરૂરિયાત વિશે વિસ્તૃત માહિતી આપી હતી. રતિલાલ વસાવાએ પ્રાકૃતિક ખેતી કરનાર સફળ ખેડૂત,તાપી દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેના બાગાયતી પંચસ્તરીય મોડેલ વિશે માહિતી આપી પોતાના સારા-નરસા અનુભવો વર્ણવ્યા હતા.




સંજીવભાઇ પટેલ, પ્રાકૃતિક ખેતી એડવાઇઝરી કમિટી સભ્ય, તાપી દ્વારા પ્રાકૃતિક ખેતી શરૂ કરવા અંગેના કારણો તેમજ તેમાં આવતી મુશ્કેલી નિવારવા મુદ્દાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. ડૉ.એ.જે. ઢોડિયા, વૈજ્ઞાનિક દ્વારા સફળ ખેડૂતોના અનુભવોનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમ દરમ્યાન કેવિક-તાપી ખાતે ઉપસ્થિત ખેડૂતભાઇઓ, મહિલાઓ અને અધિકારીઓએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા જનકલ્યાણકારી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે થયેલ સંવાદનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતુ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application