રાજ્યના ગરીબ પરિવારોને આર્થિક રીતે પગભર કરવા તથા સહાયરૂપ બનવા માટે રાજ્યભરમા આયોજિત 14 અને 15 તારીખના ગરીબ કલ્યાણ મેળા પૈકી 14 તારીખે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિતના અધ્યક્ષ સ્થાને યોજાનાર ડાંગ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાને જિલ્લા વહીવટી તંત્રે આખરી ઓપ આપી દીધો છે.
ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા ખાતે 14 ઓક્ટોબરના રોજ ડાંગ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો યોજાઇ રહયો છે. જેના અનુસંધાને જિલ્લાના સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓએ તેમના હસ્તકની કામગીરીને આખરી ઓપ આપી દીધો છે.ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ રહેલી આ અંગેની શ્રેણીબદ્ધ બેઠકોમા કલેકટર શ્રી ભાવિન પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપિન ગર્ગ, અમલીકરણ અધિકારીઓને ઝીણવટભર્યું માર્ગદર્શન આપી રહ્યા છે.ઉલ્લેખનિય છે કે, આહવા સ્થિત સરકારી માધ્યમિક શાળા ખાતે તા.14/10/2022 ના રોજ સવારે 9 વાગ્યાથી ડાંગ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો શરૂ થનાર છે. જેને લઈને સંબંધિત વિભાગો છેલ્લા બે સપ્તાહથી કામગીરીમા જોતરાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application