Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનુ આયોજન કરાયું

  • October 23, 2023 

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા ખાતે તા.૨૦/૧૦/૨૦૨૩ના રોજ સાંસ્કૃતિક સમિતિ દ્વારા નવરાત્રી મહોત્સવ નિમિત્તે ગરબાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. ગરબા મહોત્સવની શરૂઆતમા કોલેજના આચાર્યના વરદ હસ્તે મહાઆરતી કરવામા આવી હતી. આ પવિત્ર મહાઆરતી અને ગરબાનો લાભ સર્વે અધ્યાપકોએ પણ લીધો હતો.



કોલેજના વિધ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ બિનશૈક્ષણિક સ્ટાફ મળી કુલ 900 જેટલા વિધ્યાર્થીઓ ગરબા મહોત્સવમા જોડાયા હતા. કોલેજના વિધ્યાર્થીઓમા બેસ્ટ ગરબા સ્પર્ધામા પ્રથમ ક્રમાંક ગાવિત મુરલિયા, દ્વિતીય ક્રમાંક શેખ મુસ્કાન અને તૃતીય ક્રમાંક બાગુલ સુનીતાએ મેળવ્યો હતો. તો બેસ્ટ વેશભુષા સ્પર્ધામા પ્રથમ ક્રમાંક પુરોહિત આરતી, દ્વિતીય ક્રમાંક બાવીસ્કર જાગૃતિ અને તૃતીય કોકેવાર કૃપાએ મેળવ્યો હતો. સમગ્ર ગરબા મહોત્સવનુ આયોજન કોલેજના આચાર્યના માર્ગદશર્ન હેઠળ કરવામા આવ્યુ હતુ. તેમજ આ ગરબા મહોત્સવ માટે કોલેજના દરેક અધ્યાપકોએ પોતાની જુદી જુદી જવાબદારીઓ નિભાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application