ડાંગનાં સુબીર તાલુકામાં જોગથવા ગામમાંથી ગંજીપાનાનો પૈસા પર હાર જીતનો જુગાર રમતા ચાર જુગારીયાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, પોલીસે રૂપિયા 92,500/-નો મુદ્દામાલ જપ્ત કરી એક જુગારીયાને વોન્ટેડ જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લા LCBની ટીમે જોગથવા ગામની સીમમાં ડાડાનામાળ નામે ઓળખાતા ખેતરમાં રેઈડ કરી લક્ષ્મણભાઇ પવાર (રહે. જોગથવા ગામ, તા.સુબીર)ના કાચા ઘરનાં ઓટલા ઉપર ખુલ્લામાં ગેરકાયદે રીતે ગંજી પાનાનો હાર જીતનો પૈસા વડે જુગાર રમતા કેટલાક જુગારીયા ઝડપાયા હતા.
આમ, પોલીસે સ્થળ પરથી મુકેશભાઇ ચૌધરી (રહે.આમસરપાડા, ડાંગ), શુક્કરભાઇ પવાર (રહે.જોગથવા ગામ, ડાંગ), કલ્પેશભાઇ બાગુલ (રહે.પાંઢરપાડા, ડાંગ) અને પ્રવિણભાઇ બંગાળ (રહે.સાવરદાકાડ, ડાંગ)ની અટકાયત કરી હતી. જોકે પોલીસની રેઈડ જોઇ લક્ષ્મણભાઇ પવાર નાસી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 12,500/-, 4 બાઇક કિંમત રૂપિયા 80,000/- મળી કુલ રૂપિયા 92,500/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે સુબીર પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500