વલસાડ શહેરના નજીક આવેલા એક ગામમાં ધોળે દિવસે ચોરીની ઘટના બનતાની સાથે વલસાડ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગણતરીના કલાકોમાં ચોરોને ઝડપી પાડ્યા છે. વલસાડ તાલુકામાં ધોળે દિવસે ચોરીને અંજામ આપતા ચોર ગેંગને વલસાડ પોલીસે ઝડપી પાડ્યા ત્યારે કોણ હતા આ ચોરો અને કઈ રીતે કરતા હતા ચોરી જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં વલસાડ તાલુકાના હીંગરાજ ગામ ખાતે ધોળે દિવસે નૂતનનગરમાં રહેતા ભાવતી ટંડેલના બંધ મકાનમાં ચોરો ત્રાટકયા હતા. ચોરો દ્વારા મકાનમાંથી 68500 રૂપિયાના સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
ગામમાં લાગેલા સીસીટીવીમાં તપાસ કરતા એક સીસીટીવીમાં ચોરો દેખાયા હતા. ધોળે દિવાસે ચોરી કરી ભાગેલી ચોર ગેંગને પકડવા માટે વલસાડ રૂરલ પોલીસે તપાસ હાથ ધરતા વલસાડ શહેરના ધોબીતળાવ વિસ્તારમાં રહેતા એક યુવકે ચોરી કર્યાની બાતમી મળી હતી. તાત્કાલિક પોલીસ દ્વારા ચોર યુવકને પકડી પાડી તપાસ કરતા ચોર યુવક અને તેના બે સાથીઓ દ્વારા આ ચોરી કરાઈ હોવાની કબૂલાત કરવામાં આવી હતી. સાથે યુવકને વધુ પૂછપરછ કરતા ચોર યુવક દ્વારા તેની પ્રેમિકાના ઘરે તમામ મુદ્દામાલ મુકવામાં આવ્યો છે એવું પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા યુવકની પ્રેમિકાના ઘરે તપાસ કરતા ત્યાંથી ચોરાય ગયેલા મુદામાલ માંથી 33,500 નો ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
રૂરલ પોલીસે ઘરમાં તપાસ કરતા અન્ય 1.08 લાખનો અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો..રૂરલ પોલીસે કુલ 1.41 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 3 ચોરો સહિત મુદ્દામાલ રાખનાર મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ રૂરલ પોલીસે હીંગરાજ ગામ ખાતે થયેલી ચોરીમાં બ્રિજેશ ઉર્ફે સલ્લુ શ્યામલાલ ગોંડ રહે.તરિયાવાળ બંદર રોડ,સોહિલ ઉર્ફે બટાકી રમજાન શાહ રહે.ધોબી તળાવ અંજલી સુપર સ્ટોરની ઉપર,સલમાન સલીમ શેખ રહે.ધોબી તળાવ કે.કે બેકરીના પાછળ સહિત શ્રદ્ધાબેન શૈલેષભાઈ નાયકા રહે.વશિયર ગામ ચોરામલા ફળિયા ની ધરપકડ કરી હતી ચોર ગેંગ દ્વારા દિવસ દરમીયા બંધ મકાનોની રેકી કરી ધોળે દિવસે મકાનમાં ઘુસી ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે ત્યારે ચોરો પાસે થી વલસાડ રૂરલ પોલીસે કબ્જે કરેલા મુદામાલની વાત કરીએ તો 5 મોબાઈલ, એક લેપટોપ, 2 ટેબલેટ,સોનાં ચાંદીના ઘરેણાં, 44 હજાર રોડક,24 નાના મોટા લેડીસ પર્સ સહિત કુલ રૂપિયા 1.41 લાખનો મુદામાલ મળી આવ્યો છે.
પોલીસ દ્વારા હીંગરાજ ગામ ખાતે થયેલી ચોરી માં 68500 માંથી 33500 નો મુદામાલ રિકવર કરવામાં આવ્યો છે ત્યારે અન્ય 1.08 લાખનો મુદામાલ ચોરો દ્વારા ક્યાંથી ચોરી કરવામાં આવી એ અંગે તપાસ હાથ ધરી વલસાડ ના હીંગરાજ ગામ ખાતે થયેલી ચોરીનો ભેદ વલસાડ રૂરલ પોલીસદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી 4 જેટલા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ આરોપીઓ દ્વારા અન્ય કેટલી ચોરીઓ કરવામાં આવી એ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500