Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Ganesh visarjan 2022 : તાપી જિલ્લામાં ગણેશ વિસર્જનને અનુલક્ષી જાહેરનામું, કયા માર્ગો બંદ અને ચાલુ રહેશે ?? વિગતે જાણો

  • September 09, 2022 

પોલીસ અધિક્ષકશ્રી,તાપીના જાહેરનામામાં થી જણાવ્યા મુજબ તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં તા.૦૯/૦૯/૨૦૨૨ના રોજ સવારના ૧૨.૦૦ થી ૧૩.૦૦ કલાક દરમ્યાન શ્રી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન થનાર છે. વિસર્જન દરમ્યાન મોટી જનમેદની તથા વાહનો સહિત સરઘસો નિકળશે જેથી ગણપતિ વિસર્જન યાત્રાના રૂટ ઉપર ટ્રાફીક અવરોધ ઉભો થવાની શકયતા રહે છે. જેથી જાહેર જનતાનાં હિતાર્થે સુરક્ષિત અને સરળ ટ્રાફિક સંચાલન તેમજ જાહેર વ્યવસ્થાની જાળવણી માટે  કેટલાક માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરી તેની સામે વૈકલ્પિક માર્ગ ચાલુ રાખવાનું જરૂરી જણાય છે.




સબબ ઉપરોકત મુજબની હકીકત જોતાં ગણેશ વિસર્જન સરઘસ તથા જાહેર જનતાને અવર જવર માટે કોઇ અડચણ ન પડે તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ સન , ૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) મુજબ મળેલ અધિકારની રૂએ એચ.કે.વઢવાણિયા, (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટ, તાપી-વ્યારા તરફથી તા.૦૯/૦૯/૨૦૨૨ના રોજ નીચે જણાવ્યા મુજબ ટ્રાફિક નિયમનનો અમલ કરવા અંગે જાહેરનામું  બહાર પાડવામાં આવેલ છે  જે માટે નીચે જણાવ્યા મુજબ ટ્રાફિક નિયમનનો અમલ કરવાનો રહેશે.




 જાહેરનામા મુજબ બંદ કરવામાં આવેલ રસ્તાઓ અને વૈકલ્પિક  રસ્તાઓમાં જનક ચાર રસ્તાથી કાનપુરા, રામજી મંદિર, SOG ચોકી તરફ આવતા નાના મોટા વાહનો  તેમજ ઉનાઇ નાકા તરફથી જુના બસ સ્ટોપ તરફ આવતા નાના મોટા વાહનો માટે વૈકલ્પિક માર્ગ તરીકે  ને.હા.નં.૫૩ થઇ જુના પેટ્રોલપંપથી સયાજીરાવ સર્કલથી આગળ જઇ શકશે તેમજ સયાજી સર્કલથી જુના બસ સ્ટોપ તરફ આવતા નાના મોટા વાહનોનો વાહન વ્યવહાર સયાજીરાવ સર્કલથી જુના પેટ્રોલપંપથી ને.હા.નં.૫૩ ઉપર થઇ પસાર કરી શકાશે.આ જાહેરનામુ ૦૯/૦૯/૨૦૨૨ના રોજ સવારનાં ૧૨.૦૦ કલાકથી ૨૩.૦૦ કલાક સુધી અમલમાં રહશે. નિયમોને ભંગ કરનાર સજાને  પાત્ર ગણાશે એમ જિલ્લા મેજિસ્ટ્રેટ તાપી-વ્યારા ની અખાબારી  યાદીમાં જણાવવામાં આવ્યું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application