Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર : લગ્ન શાખાનો ક્લાર્ક રૂ.૨,૫૦૦/- ની લાંચ લેતાં ઝડપાયો

  • October 29, 2021 

ગુજરાત રાજ્યમાં ખ્રિસ્તી ધર્મમાં જે લગ્ન ચર્ચમાં થતા ન હોય તે લગ્નો ફરિયાદી તેઓની નોંધણી રજીસ્ટ્રારની કચેરી ખાતે કરાવતા હોય અને કરાવેલ લગ્નનું નોંધણી પ્રમાણપત્ર નોંધણી સરનીરીક્ષકની કચેરી,સ્ટેમ્પ અને નોંધણી ભવન, સેક્ટર-૧૪,ગાંધીનગર ખાતે જમા કરાવી સરકારી રજીસ્ટરમાં કાયદેસરની નોંધણી કરાવી,તેની સર્ટીફાઇડ નકલ મેળવવાની હોય છે.

 

 

 

 

જેમાં લાંચિયા ક્લાર્કએ ફરિયાદીના કરાવેલ કુલ ૩૩ લગ્નોની નોંધણીની સર્ટીફાઇડ નકલ આપવાના એક નકલ દીઠ રૂ.૧૦૦/- લેખે રાઉન્ડ ફીગર રૂ.૩,૫૦૦/- રૂપિયા નક્કી કરેલ જેમાં અગાઉ ફરિયાદી પાસેથી રૂ.૧,૦૦૦/- લાંચિયા ક્લાર્કએ પ્રિ-રેકોર્ડીગ સમયે લીધેલ અને બાકીના રૂ.૨,૫૦૦/- આપવાના બાકી હોય, ફરિયાદી આ લાંચના નાણાં આપવા માગતા ન હોય,

 

 

 

 

એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતાં લાંચના છટકા દરમ્યાન રૂ.૨,૫૦૦/-ની લાંચ સ્વીકારતા કલ્પેશ ઇશ્વરભાઇ વાઘેલા આબાદ ઝડપાઇ ગયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News