Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર : વધતી જતી મોંઘવારી સામે વિધાનસભામાં કોંગ્રેસનો હલ્લાબોલ

  • March 04, 2023 

ગુજરાત સહિત દેશભરામાં મોંઘવારીએ માઝા મૂકી છે. ત્યારે રાંધણ ગેસમાં રૂ.50 અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 350નો વધારો થતા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. આ મુદ્દે ગુજરાત વિધાનસભા પરિસરમાં વિપક્ષ દ્વારા ઉગ્ર વિરોધ દાખવવામાં આવ્યો હતો. વધતી જતી મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવા માટે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પાર્ટીના કાર્યકરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન તેઓ એલપીજી ગેસ સિલિન્ડર પોતાના ખભા પર લઈ સંકુલ બહાર ફર્યા હતા.


જણાવી દઈએ કે, ગાંધીનગર ખાતે શુક્રવારે વિધાનસભાની કામગીરીના પ્રારંભે કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓએ મોંઘવારી, ગેસ અને તેલના વધતા જતા ભાવોને લઈને દેખાવો કર્યો હતો. ઉપરાંત, વિપક્ષ દ્વારા નકલી પીએસઆઇ અને બટાકા-ડુંગળીના વધતા ભાવ મુદ્દે પણ વિરોધ દાખવવામાં આવ્યો હતો. દરમિયાન મોંધવારી અને ગેસના ભાવને લઈ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કાર્યકરો સાથે દેખાવો કર્યો હતો. અમિત ચાવડાએ પોતાના ખભા પર એલપીજી ગેસનો બાટલો રાખી સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.


વિવિધ બેનરો લઈ વિપક્ષની સરકારને ઘેરવાની કોશિશ


આ સાથે વિપક્ષના નેતાઓ અને કાર્યકરો દ્વારા વિવિધ બેનરો લઈ સરકારને ઘેરવાની કોશિશ કરી હતી. જ્યારે વિધાનસભા સંકુલની બહાર પોલીસે કોંગ્રેસના આગેવાનોને ઘેરી લીધા હતા. વિપક્ષે જણાવ્યું કે, હાલ ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડના ભાવ ઓછા હોવા છતાં સરકાર જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધારો કરીને સામાન્ય જનતા પર મોંઘવારીનો માર નાખી રહી છે. માત્ર ગેસ સિલિન્ડર જ નહીં, પરંતુ ખાદ્ય અને શિક્ષણ સહિત વિવિધ સેક્ટરમાં મોંઘવારીએ માઝા મૂકી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application