Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર : ભારતીય કિસાન સંઘનું આક્રમક આંદોલન યથાવત

  • September 22, 2022 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક પછી એક ગુજરાતના પાટનગર ખાતે આંદોલન થઇ રહ્યા છે ત્યારે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા પોતાનું આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. સરકાર સામે છેલ્લા કેટલાય સમયથી લડી રહેલી કિસાન સંઘનું આંદોલન તેજ થયું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આ આંદોલન આક્રમક બન્યું હતું તેમ છતાંપણ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. કિસાન સંઘ પોતાની માંગણી માટે છેલ્લા ઘણા દિવસથી આંદોલન કરી રહ્યા છે.



ગુજરાતમાં આગામી મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વિવિધ કર્મચારીઓ સહીત ભારતીય કિસાન સંઘ છેલ્લા ઘણા દિવસથી આંદોલન કરી રહી છે. પોતાની માંગણીને લઈને સરકાર સામે બાયો ચડાવી છે. આ અગાઉ પણ ભારતીય કિસાન સંઘ દ્વારા જુના સચિવાલયથી મુખ્યમંત્રી આવાસ સુધી ટ્રેક્ટર રેલી કાઢી હતી. આજે આ આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.આજે કિસાન સંઘના આગેવાનો ધારાસભ્યોનું સમર્થન લેવા ગયા ત્યારે ઘણા આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આજે પણ ગાંધીનગરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.




ગાંધીનગર છેલ્લા ઘણા દિવસથી આંદોલનની ભૂમિ બની ગઈ છે. આજે થયેલી અટકાયતને કિસાન સંઘના આગેવાનોએ સરકાર માટે શરમજનક ઘટના ગણાવી હતી.કિશાન સંઘના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે ફક્ત ધારાસભ્યોના ઘરે સમર્થન માંગવા ગયા હતા તે દરમિયાન જ અમારી અટકાયત કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે આજે કિસાન સંઘના આગેવાનોએ 'ભારત માતા કી જ્ય' 'કિસાન સંઘ જિંદાબાદ' જેવા સુત્રોચાર કર્યો હતો.કિસાન સંઘના આગેવાને કહ્યું હતું કે જગતનો તાત અને જગતનું પેટ ભરનારા કિસાનને પોતાના વિસ્તારના ધારાસભ્યને મળવાની પણ મંજૂરી ન મળે તો સરકારની શરમજનક વાત કહેવાય. નીતિ અને નિયમમાં રહેવવાળુ સંગઠનને પણ ડિટેઇન કરવામાં આવે છે. પોતાની માંગણી કરવામાં આવ્યા છે તેમ છતાં તેમની અટકાયત કરવામાં આવી છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application