Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર : ટ્રક અડફેટે બાઈક ચાલક નું ઘટના સ્થળ પર મોત

  • December 19, 2020 

ગાંધીનગરના કલોલ તાલુકાના મોટી ભોયન ખાતે આવેલ સિમેન્ટ કંપનીમાં છેલ્લા સાત વર્ષથી  સુપર-વાઈઝર તરીકે નોકરી કરતો 41 વર્ષીય યુવાન પ્રકાશ કસાલીંગજી પુરોહિત (મૂળ.રાજસ્થાનના) તેનુ બાઈક લઈ કંપનીનુ કામ પૂરું કરી હાઉસિંગ કોલોની ખાતે તેના ઘરે પરત જઈ રહ્યો હતો,

 

 

 

તે દરમિયાન મોટી ભોયણથી વડસર રોડ પરથી પુરઝડપે આવી રહેલી ટ્રકના નંબર જીજે/18/બીટી/1415 ના ચાલકે પ્રકાશભાઈના બાઈકને જોરમા ટક્કર મારી હતી, જેના કારણે તે રોડ પર પટકાયા હતા અને માથામાં ગંભીર ઈજા થઈ હતી જે કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ ઘટના અંગે મૃતક યુવાનનો ભાઈ અચલભાઈ એ ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application