Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીને બે શિફ્ટમાં કામગીરી કરવા હૂકમ કરાયો

  • August 23, 2022 

ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટે ટોકન મેળવવા માટે લાંબુ વેઇટીંગ જોવા મળી રહ્યું છે, જેમાં દરરોજ 250 દસ્તાવેજ નોંધાઇ રહ્યા છે જેના પગલે સ્ટેમ્પ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીને બે શિફ્ટમાં કામગીરી કરવા માટે હૂકમ કરવામાં આવ્યો છે. સવારે 8થી બપોરે 2 અને બીજી શિફ્ટ 2.30થી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે.




જેના પગલે દસ્તાવેજોનું ભારણ ઘટશે. ગાંધીનગર કલેક્ટર કચેરી સ્થિત સબ રજીસ્ટ્રાર કચેરીમાં હાલ દસ્તાવેજ નોંધણી માટે મોટી સંખ્યામાં ટોકન મેળવવામાં આવી રહ્યા છે. તેની સાથે નોંધણી વધુ નહીં થતી હોવાને કારણે ટોકન મેળવનાર અરજદારોને દસ્તાવેજ નોંધાવવા માટે લાંબી રાહ જોવી પડી રહી છે.




જોકે એટલુ જ નહીં, સબ રજીસ્ટ્રાર કચેરી નાની હોવાથી રોજના 2 હજાર જેટલા વ્યક્તિઓની અવર-જવરને કારણે ભાર અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. દસ્તાવેજોમાં વેઇટીંગ સંદર્ભેની ફરિયાદ નોંધણી નિરીક્ષક સુધી પહોંચતા તેમણે ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં પેન્ડીંગ દસ્તાવેજોનું ભારણ ઘટાડવા માટે 2 શિફ્ટમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી કરવા માટે આદેશ કર્યો છે. જેમાં સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી પ્રથમ શિફ્ટ છે.




ત્યારબાદ બપોરે 2.30 થી 8.30 સુધી બીજી શિફ્ટ કાર્યરત રહેશે. ગાંધીનગરમાં હાલ અલગ અલગ ત્રણ સ્લોટમાં દસ્તાવેજ નોંધાઇ રહ્યા છે ત્યારે બંને શિફ્ટમાં ત્રણેય સ્લોટમાં અલગ અલગ કર્મચારીઓ કામ કરે તેવી વ્યવસ્થા ગોઠવવા સુચના આપવામાં આવી છે. પ્રથમ શિફ્ટમાં ટોકન લેતા અરજદારો બીજી શિફ્ટમાં દસ્તાવેજ નહીં કરાવી શકે.



ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં દરરોજના સરેરાશ 250 જેટલા દસ્તાવેજો થાય છે તેમ છતા ટોકન લેવા માટે લાંબુ વેઇટીંગ છે. આ વેઇટીંગ ઘટાડવા માટે 2 શિફ્ટમાં કચેરી શરૂ  રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ મોડેલ સબ રજીસ્ટ્રાર કચેરી ત્રણ સ્લોટમાં ચાલે છે.




તેમ છતા અહીં અરજદારો વધુ આવતા હોવાને કારણે અહીં બેસવાની વ્યવસ્થા પણ સચવાતી નથી જેના કારણે હવે બે શિફ્ટમાં આ સબ રજીસ્ટ્રાર ચાલુ રહેશે. ગાંધીનગર કલેક્ટર કચેરી સ્થિત સબ રજીસ્ટ્રાર કચેરીમાં તાજેતરમાં એસીબી દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું જે સર્ચ દરમિયાન બે સબ રજીસ્ટ્રાર પાસેથી કુલ 1.7 લાખ રૂપિયાની બિન હિસાબી રોકડ મળી આવી હતી.




અહીં દસ્તાવેજ નોંધણી માટે અલગથી રૂપિયા લેવામાં આવતી હોવાની ફરિયાદ બાદ એસીબી દ્વારા આ સર્ચ કરવામાં આવ્યું હતું જેના પગલે ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં તે વખતના કાર્યરત સ્ટાફને બદલી દેવામાં આવ્યો છે અને અહીં ફરીથી નવી જ ટીમ મુકવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application