Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રિક્ષાઓ ચોરી કર્યા બાદ વેચી નાંખનાર બે રીઢા ચોરને ગાંધીનગર લોકલ ક્રાઇમની ટીમે ઝડપી લીધા

  • March 04, 2024 

અમદાવાદ, ગાંધીનગર અને કલોલમાંથી રિક્ષાઓ ચોરીને વેચી મારનારા બે રીઢા ચોરને ગાંધીનગર લોકલ ક્રાઇમ ની ટીમે ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસમાં પાંચ ગુનાનો ભેદ ઉકેલાયો છે. નોંધનીય છે કે બે વર્ષથી નાસતો-ફરતો રિક્ષા ચોર પોતાના ઘરે રૂપાલ આવ્યો હતો. અને પોલીસે સાગરિત સાથે આબાદ રીતે ઝડપી પાડયો હતો. આ અંગે પોલીસે રિક્ષા ચોરનારી અને ખરીદનારી સમગ્ર ટોળકીને ઝબ્બે કરવા કવાયત હાથ ધરી છે. વાહન ચોરીના ગુના ડામવા માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીએ આપેલી સૂચના અન્યવે એલસીબી પીઆઈ ડી.બી. વાળા અને ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.


પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ ભવાનસિંહ પૃથ્વીસિંહ અને કોન્સ્ટેબલ ગોવિંદસિંહ દીપસિંહને બે રીઢા રિક્ષા ચોર અંગે બાતમી મળી હતી. પોલીસે વોચ ગોઠવીને રૂપાલમાંથી બે આરોપીને ઝડપી લીધા હતા. રૂપાલનો આરોપી પ્રકાસ અરજણભાઈ વણઝારા પોતાના ઘરે આવ્યો હતો. પોલીસે પ્રકાસને રૂપાલમાં કોર્ડન કરી લીધો હતો. ત્યારે તેનો સાગરિત જગદીશ કનુભાઈ પાટડિયા (રહે. ગોતા હાઉસિંગ, ગોતા, અમદાવાદ) પણ સાથે હતો. પ્રકાસ રાવળ અગાઉ બે વખત રિક્ષા ચોરીમાં પકડાયેલો હતો અને પાછલા બે વર્ષથી નાસતો ફરતો હતો.


જેલમાંથી છૂટ્યા બાદ પ્રકાસ રિક્ષા ચોરવાનું શરૂ કરી દેતો હતો અને આ ધંધામાં ગોતનો જગદીશ પણ જોડાયો હતો. પ્રકાસ અને જગદીશની પ્રાથમિક પૂછરછમાં સે-7 પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુના, અમદાવાદના સોલા, ચાંદખેડા અને બોપલ પોલીસ મથકમાં નોંધાયેલા એક-એક ગુનાની કબૂલાત આરોપીઓએ કરી હતી. વર્ષ 2021માં બોપલમાં ફૂટપાથ પરથી ચોરેલી રિક્ષા આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવી વેચી મારી હતી, જ્યારે તપોવન સર્કલ નજીકથી ચોરેલી રિક્ષાને કલોલમાં શાકમાર્કેટ નજીક બિનવારસી છોડી દીધી હતી અને તેઓ આ રિક્ષા વેચવાની ફિરાકમાં હતા. બંને રિક્ષા ચોરોને મદદ કરનારા અને તેમની પાસેથિ રિક્ષા કરનારા તત્વોને ઝબ્બે કરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application