Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર સતત બીજા દિવસે સૌથી ઠંડું શહેર

  • November 20, 2022 

શીત લહેરને પગલે લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રી રહેતા સતત બીજા દિવસે પણ ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું હતું. જોકે શનિવારે નગરના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 0.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. મહત્તમ તાપમાન 31.4 ડીગ્રી રહ્યું હતું. ઠંડીનું જોર વધતા સાંજ ઢળતા જ ઠેર ઠેર તાપણી બેઠકનો દૌર શરૂ થયો છે.



જોકે આગામી સમયમાં ઠંડીનું જોર હજુ વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તરીય ઠંડા પવનોના કારણે વિધાનસભા ચૂંટણી અને લગ્નસીઝનના ગરમાવા વચ્ચે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર સતત બીજા દિવસે રહ્યું હતું. જોકે ઠંડીનું જોર વધતા દિવસે પણ ઠંડકનો અનુભવ નગરવાસીઓ કરી રહ્યા છે. જેને પરિણામે સવારે લોકો તડકે ઉભા રહેતા નજરે પડી રહ્યા છે. ઠંડીનું જોર વધતા વૃદ્ધો અને શ્વાસ તેમજ અસ્થમાની બીમારી ધરાવતા દર્દીઓની હાલત કફોડી બની રહી છે. ઠંડા પવનોના કારણે નગરનું લઘુતમ તાપમાન ગગડતા તેની સીધી અસર મહત્તમ તાપમાનમાં જોવા મળી રહી છે.




મહત્તમ તાપમાન પણ નીચે ઉતરતા દિવસે પણ લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ નજરે પડતા હતા. શિયાળાની ઋતુમાં ઠંડીનું જોર ચાલુ વર્ષે આવું જ રહે તો રવી પાક માટે ફાયદાકારક બની રહેશે. આથી રવી પાકના ઉત્પાદનમાં વધારો થશે તેવો આશાવાદ ખેડૂત રમેશભાઇએ વ્યક્ત કર્યો છે. છેલ્લા ત્રણેક દિવસથી પડી રહેલી ઠંડીને પગલે દિવસે ચાલુ રહેતા પંખા અને એસીને વિરામ આપવામાં આવ્યો છે. પરંતુ સાંજ ઢળતા જ હોમ હિટર ઘરોમાં ચાલુ થઇ રહ્યા છે. જ્યારે દરરોજની મજુરી કરીને પેટીયું રળતા શ્રમજીવીઓની હાલત કફોડી બની રહી છે. તેઓ માટે ઠંડીની સામે લડવા માટે તાપણી એકમાત્ર સહારો બની રહ્યો છે. જોકે ઠંડી વધવાની સાથે સાથે નગરની સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબો ધાબળા, સ્વેટર, ટોપી સહિત વસ્તુનું મફત વિતરણ કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application